<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

બે લાખથી વધુની રકમ એક વ્‍યક્‍તિ પાસે એક દિવસમાં લીધી તો ઇન્‍કમટેક્ષની નોટિસ આવશે

IT દ્વારા કરદાતાઓની ૧૦ બાબતો પર ખાસ રાખવામાં આવતી નજર

મુંબઇ તા.૧૨: ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા રિટર્ન ભરવામાં આવ્‍યા બાદ કરદાતાઓએ ભરેલી વિગતોના આધારે સ્‍કૂટિની કરવામાં આવતી હોય છે. તેમાં ભૂલ હશે તો કરદાતાને સીધી નોટિસ મોકલવામાં આવશે. જોકે તેમાં ઈન્‍કમટેક્‍સ સાગ કરદાતાઓની સૌથી જરૂરી ૧૦ મતો પર ખાસ નજર રાખી રહી છે. તેમાં એક વ્‍યક્‍તિ પાસે એક દિવસમાં બે લાખ અને તેના કરતાં વધુ રકમ ખાતામાં જમા કરાવી હશે તો તેનું યોગ્‍ય કારણ રજૂ કરવાનું રહેશે. જો તે કારણ રજૂ કરવામાં નહીં આવે તો કાર્યવાહી થવાની શક્‍યતા રહેલી છે.

કરદાતાના આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ ખરીદ કરવામાં આવે. વિદેશ ફરવા જવામાં આવે. ક્રેડિટ કાર્ડની ચુકવણી કરવામાં આવે તેવી નાની નાની જાણકારી ઈન્‍કમટેક્‍સ વિભાગને

હવે સરળતાથી મળી રહેતી હોય છે. આ વિગતોના આધારે આઈટી દ્વારા કરદાતાનું ૨૬ એઆઈએસ કોર્મ તૈયાર કરવામાં આવતું હોય છે. જોકે મોટાભાગના કરદાતાઓ તે ફોર્મના આધારે જ રિટર્ન ભરતા હોય છે. તેમ છતાં કોઈ કરાતા તે ફોર્મ પ્રમાણે રિટર્ન ફાઈલ નહીં કરે તો તેને નોટિસ ફટકારવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને કરદાતાએ વર્ષ દરમિયાન જે પણ ખર્ચ કર્યો હશે. ખાતામાં નાણાં કોઈની પાસેથી વીધા હરો તેવી જાણકારીના આધારે જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.(૩૮.૨૩)

આ ૧૦ બાબતો હશે તો નોટિસ ચોકકસ આવશે

૧૦ લાખથી વધુ રકમ સેવિગ્‍સ ખાતામાં જમા કરાવી હશેઃ ૫૦ લાખથી વધુ રકમ કરંટ ખાતામાં જમા કરાવી હશેઃ એક લાખથી વધુની રકમ ક્રેડિટ કાર્ડમાં રોકડમાં ભરી હશે છે વર્ષ દરમિયાન ૧૦ લાખથી વધુનો ખર્ચ ક્રેડિટ કાર્ડમાંથી કર્યો હશે : ૩૦ લાખથી વધુ કિમતની મિલકત ખરીદી અથવા વેચાણ કરી હશે છેઃ ૧૦ લાખથી વધુની ફિક્‍સ ડિપોઝિટ કરાવી હશેઃ ૧૦ લાખથી વધુનો ખર્ચ વિદેશ ટુર પાછળ કર્યો હશે :૧૦ લાખથી વધુનું રોકાણ શેર-બોન્‍ડમાં કર્યું હશે છે. ૫૦ હજારથી વધુ રકમની ગિફટ કોઇની પાસે લીધી હશેઃ કોઇ વ્‍યક્‍તિ પાસેથી એક દિવસમાં બે લાખથી વધુની રકમ લીધી હશે.

(10:02 AM IST)