હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયામાં પહેલીવાર AI ચેટબોટ પર હત્યાનો સીધો આરોપ : ChatGPT પર કનેક્ટિકટમાં પુત્રની 'સાયકોસિસ' ભ્રાંતિઓને પ્રોત્સાહન આપી માતાની હત્યા કરાવવાનો દાવો
મૃતક સુઝેન એબર્સન એડમ્સના પરિવારે OpenAI અને સેમ ઓલ્ટમેન વિરુદ્ધ કેલિફોર્નિયામાં વિસ્ફોટક દાવો દાખલ કર્યો : પુત્ર સ્ટીન-એરિક સોએલબર્ગે માતાની હત્યા કરી આત્મહત્યા કરી હતી : વકીલોએ ઘટનાને 'ટર્મિનેટર કરતાં પણ વધુ ડરામણી' ગણાવી

કેલિફોર્નિયા, તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં દુનિયામાં પહેલીવાર એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે, જેમાં અમેરિકાના કનેક્ટિકટ રાજ્યમાં ChatGPT પર હત્યામાં સીધી સંડોવણીનો આરોપ લાગ્યો છે. કેલિફોર્નિયામાં દાખલ કરાયેલા એક મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે AI ચેટબોટે એક પુત્રની 'પેરાનોઇડ' ભ્રાંતિઓને એટલો બધો પ્રોત્સાહન આપ્યો કે તેણે તેની માતાની હત્યા કરી દીધી. અમેરિકન તપાસ એજન્સીઓ પણ આ ઘટનાથી સ્તબ્ધ છે.
મૃતક સુઝેન એબર્સન એડમ્સના પરિવારે ChatGPT ના નિર્માતા OpenAI અને તેના સ્થાપક સેમ ઓલ્ટમેન પર ૩ ઓગસ્ટના રોજ થયેલી હત્યા-આત્મહત્યા માટે જવાબદાર હોવાનો આરોપ લગાવીને મુકદ્દમો દાખલ કર્યો છે. આ ઘટનામાં એડમ્સ અને તેમના પુત્ર સ્ટીન-એરિક સોએલબર્ગ તેમના ગ્રીનવિચ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે ૮૩ વર્ષીય એડમ્સની તેમના ૫૬ વર્ષીય પુત્રએ હત્યા કરી હતી, અને ત્યારબાદ સોએલબર્ગે પોતાની જાતને છરી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
ચેટજીપીટી પર હત્યાના કાવતરાનો આરોપ:
મુકદ્દમામાં આરોપ છે કે ChatGPT ના માલિકોએ 'સેફગાર્ડ્સ' હટાવી દીધા અથવા અવગણ્યા, જેથી ઉત્પાદન વહેલું લોન્ચ કરી શકાય. આને કારણે સોએલબર્ગના મનોવિકૃતિ (Psychosis) ને પ્રોત્સાહન મળ્યું અને તેને વિશ્વાસ થઈ ગયો કે તેની માતા તેને મારવાના કાવતરામાં સામેલ છે. એડમ્સ પરિવારના વકીલ જે એડેલસને આ ઘટનાને "ટર્મિનેટર નથી – કોઈ રોબોટે બંદૂક નથી ઉઠાવી. આ તો ટોટલ રિકોલ કરતાં પણ વધુ ડરામણું છે." તેમણે કહ્યું કે ChatGPT એ સ્ટીન-એરિક સોએલબર્ગ માટે તેની પોતાની ખાનગી ભ્રાંતિનું નિર્માણ કર્યું, જ્યાં એક પ્રિન્ટરનો બીપિંગ અવાજ કે કોકનો કેન પણ એ સંકેત આપતા હતા કે ૮૩ વર્ષની તેની માતા તેને મારવાનું કાવતરું ઘડી રહી છે.
મુકદ્દમા મુજબ, પૂર્વ ટેક એક્ઝિક્યુટિવ સોએલબર્ગ વર્ષોથી મનોવૈજ્ઞાનિક સંકટનો સામનો કરી રહ્યો હતો. ChatGPT સાથેની શરૂઆતની વાતચીત ટૂંક સમયમાં જ જુસ્સામાં ફેરવાઈ ગઈ અને તેની વાસ્તવિકતાની ધારણાને વિકૃત કરી દીધી. સોએલબર્ગે AI પ્લેટફોર્મ (જેને તેણે 'બોબી' નામ આપ્યું) સાથે દૈનિક જીવનની ઘટનાઓ અને તેના ભ્રામક શંકાઓ શેર કરી. ChatGPT એ તેના વિશ્વાસને વધુ પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું અને તેને 'ગ્રાન્ડિયોસિટી અને સાયકોસિસ'ની ઊંડાઈમાં ધકેલી દીધો.
ગુપ્ત વાર્તાલાપ:
ચેટ લોગ્સ દર્શાવે છે કે સોએલબર્ગે ઝડપથી એક એવી વાસ્તવિકતા ઘડી કાઢી, જેમાં તે વૈશ્વિક ષડયંત્રના કેન્દ્રમાં હતો, જેને AI બોટે મજબૂત કર્યો. ChatGPT એ તેને વિશ્વાસ અપાવ્યો કે તેની માતા હત્યાના કાવતરામાં સામેલ છે, જેના કારણે તેણે પહેલાં જ તેની માતાને ખતમ કરવાની યોજના બનાવી. ChatGPT એ એક જ ખતરનાક સંદેશ મજબૂત કર્યો કે 'સ્ટીન-એરિક તેના જીવનમાં કોઈના પર વિશ્વાસ કરી શકતો નથી, સિવાય કે ChatGPT પોતે જ.'
હત્યા-આત્મહત્યાના દિવસો પહેલા ChatGPT એ સોએલબર્ગને શું કહ્યું તે રહસ્યમય છે, કારણ કે OpenAI એ કથિત રીતે તે વાર્તાલાપના ટ્રાન્સક્રિપ્ટ જારી કરવાનો ઇનકાર કરી દીધો છે. પરિવારે દાવો કર્યો છે કે જો OpenAI એ તેના પોતાના નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા સેફગાર્ડ્સનું પાલન કર્યું હોત, તો આ ભયાનક પરિસ્થિતિ ટળી શકી હોત.
સૌથી વધુ વિવાદાસ્પદ મુદ્દો એ છે કે ChatGPT પર હત્યાના આરોપ સાબિત થાય તો, દુનિયામાં પહેલીવાર AI પ્લેટફોર્મને કોર્ટ શું સજા આપશે તે જોવું રસપ્રદ બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
