હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રધાનમંત્રી આવાસમાં NDAના સાંસદોએ ભોજન માણ્યું
પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસીઃ .... એક તીરથી ૫ નિશાન લગાવ્યા : પીએમ મોદીએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે એનડીએ પરિવાર સુશાસન, રાષ્ટ્રીય વિકાસ અને ક્ષેત્રીય આકાંક્ષાઓની ભાગીદારીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે

નવી દિલ્હી તા.૧૨: પ્રધાનમંત્રી મોદીએ ૭ લોક કલ્યાણ માર્ગ પર આવેલા સરકારી આવાસ પર NDA સાંસદો સાથે ડિનર કર્યું હતું. સંસદના શિયાળુ સત્રની વચ્ચે પીએમનું એનડીએ સાંસદોને ડિનર પર બોલાવવું ખાલી એક ઔપચારિક દાવત નહોતી, પણ એક કૂટનીતિ ડિનર ડિપ્લોમેસીનું શાનદાર ઉદાહરણ હતું. પીએમ મોદીએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે એનડીએ પરિવાર સુશાસન, રાષ્ટ્રીય વિકાસ અને ક્ષેત્રીય આકાંક્ષાઓની ભાગીદારીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ મેસેજ ખાલી શબ્દો નહોતા, પણ ગઠબંધન રાજનીતિના બદલાતા સમીકરણો તરફ સંકેત આપે છે. પીએમે ડિનર ડિપ્લોમેસીએ એક તીરથી ૫ નિશાન લગાવ્યા.
૧. એનડીએને એકજૂટ રાખવાની વ્યાપક રણનીતિ
વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ માટે સ્થિતિ પહેલા જેવી નથી રહી. ગઠબંધન હવે વધારે ડાયવર્સ અને ક્ષેત્રીય દળથી ભરેલું છે. આવા સમયે પીએમ મોદીનું આ ડિનર દર્શાવે છે કે આ વ્યક્તિગત જોડાણને રાજકારણમાં મહત્ત્વનું હથિયાર બનાવે છે. વિપક્ષ સતત એનડીએમાં મતભેદોની વાત કરે છે એટલા માટે પીએમનું આ સામૂહિક સંવાદ આંતરિક તાલમેલ મજબૂત કરવાની કોશિશ કરે છે.
૨. મેસેજ ખાલી સાંસદોને નહીં, જનતાને પણ
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં રીઝનલ એસ્પિરેશનનો ઉલ્લેખ ખાસ કર્યો. તેનો મતલબ છે કે કેન્દ્ર સરકાર હવે રાજ્યોની આકાંક્ષાઓને નવી રીતે મહત્ત્વ આપશે, જેથી નાની પાર્ટીઓને પણ લાગે કે તેમનો અવાજ નિર્ણાયક છે. આ એ રાજ્યો માટે પણ સંકેત છે, જ્યાં ૨૦૨૫-૨૬માં ચૂંટણી છે. કેન્દ્ર અને એનડીએ મળીને ક્ષેત્રીય મુદ્દા પર ફોકસ કરશે.
૩. ગવર્નન્સ મોડલનું ફરીથી બ્રાંડિગ
ગુડ ગવર્નન્સ અને નેશનલ ડેવલપમેન્ટ પીએમ મોદીની રાજનીતિના બે મુખ્ય સ્તંભ રહ્યા છે. ડિનરનો એજન્ડા તેના પર જ આધારિત હતો. સાંસદો સાથે સીધો સંવાદ કરી જમીની મુદ્દા, યોજનાઓની અસર અને ૩-૪ વર્ષની કેન્દ્રની રોડમેપનો ભાગ બનાવવાનું. આ મોડલ યૂપીએમાં નબળું હતું પણ એનડીએ મજબૂત રીતે અપનાવી રહ્યું છે.
૪. સંસદ સત્ર દરમિયાન શક્તિ પ્રદર્શન
સંસદનું શિયાળુ સત્ર વિપક્ષી રણનીતિઓ સાથે શરૂ થઈ ચૂક્યું છે. આવા સમયે એનડીએનું એક સાથે થઈને આગળ વધવું કેન્દ્ર સરકાર માટે જરૂરી છે. ડિનર પહેલા જે સાંસદો અલગ અલગ રાજનીતિક પ્રાથમિકતાઓને કારણ વિખૂટા પડેલા દેખાતા હતા. તેઓ એક સહિયારા એજન્ડા સાથે સત્રમાં ઉતરશે.
૫. મેસેજ ટૂ ગ્લોબલ પાર્ટનર્સ
ડિનર એવા સમયે થયું, જ્યારે ભારત વૈશ્વિક મોર્ચો જેમ કે અમેરિકા, રશિયા, યુરોપની વચ્ચે સંતુલન બનાવી રહ્યા છે. ઘરેલૂ રાજનીતિમાં સ્થિરતા દેખાડવી આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો પણ ભાગ છે. મોદીનો મેસેજ સ્પષ્ટ હતો. એનડીએ મજબૂત છે અને ભારતની વિકાસ યાત્રા સ્થિર નેતૃત્વ સાથે આગળ વધશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
