<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

રાહુલ ગાંધી પણ સોમવારથી ૨૦ ડિસેમ્બર સુધી જર્મનીના પ્રવાસે: ભારતીય સમુદાય અને જર્મન મંત્રીઓને મળશે: પ્રવાસમાં સામ પિત્રોડા જોડાશે

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ અને સંસદમાં વિરોધ પક્ષના નેતારાહુલ ગાંધી આગામી સપ્તાહે જર્મનીના પ્રવાસે જઈ રહ્યા છે. તેમના આ પ્રવાસનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:

રાહુલ ગાંધી ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જર્મનીના પ્રવાસે રહેશે.

મુખ્ય કાર્યક્રમોમાં ૧૭ ડિસેમ્બર: બર્લિનમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઈ ઓ સી) દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ યુરોપભરમાં વસતા ભારતીય સમુદાય (ડાયસ્પોરા)ને સંબોધિત કરશે.

તેઓ જર્મની સરકારના મંત્રીઓ, સાંસદો અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને ભારત-જર્મની સંબંધો પર ચર્ચા કરશે.

આ પ્રવાસમાં તેમની સાથે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા પણ જોડાશે.

૨૦ ડિસેમ્બરે તેમનો જર્મનીનો પ્રવાસ પૂર્ણ થશે. તેઓ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ અથવા તે પછી તરત ભારત પરત ફરશે.

હાલમાં સંસદનું શિયાળુ સત્ર ૧૯ ડિસેમ્બર સુધી ચાલવાનું છે. સત્ર ચાલુ હોવા છતાં રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવાથી ભાજપે ટીકા કરી છે, જ્યારે કોંગ્રેસે બચાવમાં કહ્યું છે કે આ પ્રવાસ અગાઉથી નક્કી હતો અને તે પક્ષના વૈશ્વિક જનસંપર્ક માટે જરૂરી છે. આ ઉપરાંત નરેન્દ્રભાઈ પણ ચાલુ સંસદે ૧૫મીથી ત્રણ રાષ્ટ્રોના પ્રવાસે જઈ રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ રાહુલનો બચાવ કરતા જણાવેલ કે અગાઉથી નક્કી કાર્યક્રમ હોય તેમાં હાજરી આપવી તે કઈ અજુગતું નથી. તેમણે વડાપ્રધાનશ્રીના વારંવારના વિદેશ પ્રવાસનો પણ ઉલ્લેખ કરેલ.

(11:28 AM IST)