હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદી ર લાખની મેજીક સપાટીએ : સોનુ પણ ટોચે
ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૩,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૦૦,૦૦૦૦ સપાટી સ્પર્શ કરી : સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૩પ,૦૦૦ ની નવી સપાટીએ

રાજકોટ, તા.,૧૨ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીના તરખાટના પગલે ચાંદીના ભાવે ર લાખ રૂપીયાની મેજીક સપાટી સ્પર્શ કરી છે. ચાંદીની સાથે સોનાના ભાવે પણ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીના ભાવમાં આજે રોકેટ ગતિએ ૭૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૩,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે સવારે ર,૦૦,૦૦૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. ચાંદીમાં ગઇકાલે ૨૦૦૦ રૂપીયાનો ઉછાળો થયા બાદ આજે વધુ ૭૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂપીયાનો તોતીંગ ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. સોનામાં આજે વધુ ૧પ૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧પ૦૦ રૂપીયાનો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩૩,પ૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૧,૩પ,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી સર કરી છે. સોનાના બિસ્કીટમાં ૧પ,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૩પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,પ૦,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. યુએસમાં વ્યાજદર ઘટાડાતા સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
