<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અમદાવાદ: સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ૫૦થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ: કેટલાક લીફ્ટમાં ફસાયા

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૮ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 * ૫૦થી વધુ લોકોનું રેસ્ક્યુ: હાલ ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે.

 * લિફ્ટમાં ફસાયેલા લોકો: કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડે ખાસ કામગીરી હાથ ધરી હતી.

 * હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ: બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 * તપાસ ચાલુ: આગ કયા કારણોસર લાગી અને તેમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

 

(4:13 PM IST)