હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બલ્ગેરિયામાં છેલ્લાં ઘણાં મહિનાઓથી ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનોના દબાણ સામે આખરે સરકારે ઘૂંટણ ટેકવી દીધા : વડાપ્રધાન રોસેન જેલ્યાઝકોવ અને તેમની કેબિનેટનુ રાજીનામું
અમે સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા નાગરિકોની વાત સાંભળી રહ્યા છીએ. યુવાનો હોય કે વૃદ્ધો, દરેકે અમારા રાજીનામા માટે અવાજ ઉઠાવ્યો છે અને નાગરિકોની આ શક્તિને સમર્થન અને પ્રોત્સાહન મળવું જોઈએ : વડાપ્રધાન રોસેન જેલ્યાઝકોવ

નવી દિલ્હી તા.૧૨ : બલ્ગેરિયામાં છેલ્લાં ઘણાં મહિનાઓથી ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનોના દબાણ સામે આખરે સરકારે ઘૂંટણ ટેકવી દીધા છે. ભ્રષ્ટાચાર અને ખામીયુક્ત આર્થિક નીતિઓ વિરુદ્ધ થયેલા આ વ્યાપક વિરોધ બાદ બલ્ગેરિયાના વડાપ્રધાન રોસેન જેલ્યાઝકોવ અને તેમની કેબિનેટે ગુરુવારે રાજીનામું આપી દીધું. સંસદમાં સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થાય, તેની થોડી ક્ષણો પહેલા જ આ પગલું ભરાયું હતું. નોંધનીય છે કે, આ પહેલા નેપાળ, તિમોર લેસ્ટે , માડાગાસ્કર , સર્બિયા (જાન્યુઆરી 2025), બાંગ્લાદેશ (ઓગસ્ટ 2024) અને કેન્યા (જુલાઈ 2024)માં દેશવ્યાપી વિરોધને પગલે સરકારો ઘરભેગી થઈ ચૂકી છે.
જનતામાં ભારે આક્રોશ ફેલાયો હતો
બલ્ગેરિયાની સરકાર પર ખરાબ આર્થિક નીતિઓ અને ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવામાં સતત નિષ્ફળતાના આરોપો હતા. આ કારણોસર જનતામાં ભારે આક્રોશ હતો. પરિણામે ઘણાં સમયથી મોટા પાયે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેનાથી દેશનું વાતાવરણ સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યું હતું. આ ગંભીર સ્થિતિને જોતાં સરકારે સમજદારી દાખવીને રાજીનામા આપવાનો નિર્ણય લીધો હતો.
નાગરિકોની વાત સાંભળીને રાજીનામું
રાજીનામું આપતી વખતે વડાપ્રધાન જેલ્યાઝકોવે કહ્યું હતું કે, 'અમે સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા નાગરિકોની વાત સાંભળી રહ્યા છીએ. યુવાનો હોય કે વૃદ્ધો, દરેકે અમારા રાજીનામા માટે અવાજ ઉઠાવ્યો છે અને નાગરિકોની આ શક્તિને સમર્થન અને પ્રોત્સાહન મળવું જોઈએ.'
નોંધનીય છે કે, હવે બંધારણીય રીતે મર્યાદિત સત્તા ધરાવતા રાષ્ટ્રપતિ રાદેવ વિવિધ રાજકીય પક્ષોને નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરવાનું કહેશે. જો તેઓ નિષ્ફળ જશે, તો દેશમાં ચૂંટણી ન થાય ત્યાં સુધી ચલાવવા માટે એક વચગાળાની સરકારની નિયુક્તિ કરાશે.
બલ્ગેરિયાની યુરો ઝોનમાં સામેલ થવાની તૈયારી હતી
આ દરમિયાન બલ્ગેરિયા 1 જાન્યુઆરી, 2026ના રોજ યુરો ઝોનમાં સામેલ થવા જઈ રહ્યું હતું. આટલા મહત્ત્વના આર્થિક ફેરફાર પહેલાં જ જનતાનો ગુસ્સો અને સરકારના રાજીનામાથી આ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આ વિરોધને પગલે જ સરકારે ગયા સપ્તાહે વર્ષ 2026ની યુરો બજેટ યોજના પાછી ખેંચી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષમાં સાત ચૂંટણીઓ યોજાઈ
બલ્ગેરિયામાં છેલ્લા ચાર વર્ષમાં 7 રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ ચૂકી છે, જે દર્શાવે છે કે દેશમાં રાજકીય અને સામાજિક વિભાજન કેટલું ઊંડું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
