<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય : 2027ની વસતી ગણતરી માટે રૂ.11,718 કરોડનું બજેટ મંજૂર : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

બે તબક્કામાં હાથ ધરવામાં આવશે : પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસતી ગણતરી હશે

નવી દિલ્હી તા.૧૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ત્રણ મોટા નિર્ણયો લીધા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, '2027ની વસતી ગણતરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હેતુ માટે રૂ.11,718 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. બીજો નિર્ણય કોલસા અથવા ઉર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજો ખેડૂતોને લગતો નિર્ણય લેવામાં આવ્યો છે.'

 

2 તબક્કામાં યોજાશે વસતી ગણતરી

 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, '2027ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે. વસતી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસતી ગણતરી હશે.

 

પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી યોજાશે

 

પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. આ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.'

 

કોલસા અથવા ઉર્જા ક્ષેત્રમાં મોટો સુધારો

 

કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા ક્ષેત્રમાં પણ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, 'કોલ સેતુ એટલે કે ભારત કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, જેનાથી આયાત પરની નિર્ભરતા દૂર થશે. આનાથી 60 હજાર કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. 2024-25માં 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન થશે.'

(4:47 PM IST)