News of Saturday, 13th December 2025
મહિને પાંચ આંકડાનો પગાર મેળવનારે પોતાને બેરોજગારી ગણાવી પતિ પાસે મેઇન્ટેનન્સ માંગ્યું
હાઇકોર્ટે પત્નિને ખખડાવી નાખી : જો કોઈ પત્નિ કોર્ટમાંથી તેની નોકરી અને આવક સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો છુપાવે છે, તો તેણી કોઈ સહાનુભૂતિને પાત્ર નથી : અલ્હાબાદ હાઈકોર્ટ

પ્રયાગરાજ, તા.૧૩: અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણ ભથ્થા સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ કમાતી મહિલા જે પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ છે તેને કોઈ સહાનુભૂતિ મળવાની લાયક નથી. વધુમાં, તેણી તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે પણ હકદાર નથી.
અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે જો કોઈ પત્ની કોર્ટમાંથી તેની નોકરી અને આવક સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો છુપાવે છે, તો તેણી કોઈ સહાનુભૂતિને પાત્ર નથી.
કોર્ટે જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં, તેણીને ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર ગણી શકાય નહીં. ન્યાયાધીશ મદનપાલ સિંહની કોર્ટે પતિની ફોજદારી સુધારણા અરજી પણ મંજૂર કરી અને પતિને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપતા ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો.
આ કેસ ગૌતમ બુદ્ધ નગરનો છે. પતિએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેની પત્નીએ નીચલી કોર્ટને ગેરમાર્ગે દોર્યું છે. તેણીએ દાવો કર્યો હતો કે તેણી બેરોજગાર હતી, ભલે તેણી અનુતાાતક હતી અને રૂ.૩૬,૦૦૦ માસિક પગાર મેળવતી હતી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
