<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

પરિમલ નથવાણી દ્વારા ૧૦૦ કરોડનો માનહાનિ કેસ

ડિજિટલ મીડિયા અને પત્રકારોને ૪૮ કલાકમાં વાંધાજનક પોસ્‍ટ દૂર કરવા કોર્ટનો આદેશ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર , તા. ૧૩:  સોશિયલ મીડિયા પરન કેટલાક સમાચારો સામે લાલ આંખ કરતા નામદાર કોર્ટે સનાતન સત્‍ય સમાચાર અને ધ ગુજરાત રિપોર્ટ સહિતના સાત પ્રતિવાદીઓ સામે થયેલા ૧૦૦ કરોડના માનહાનિના દાવામાં વચગાળાનું રક્ષણ આપતો મહત્‍વનો હુકમ કર્યો છે. કોર્ટે તમામ વાંધાજનક મટિરિયલ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ આપ્‍યો છે.

તાજેતરમાં કેટલાક ડિજિટલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ અને વ્‍યક્‍તિઓ દ્વારા ફેલાવવામાં આવતી પાયાવિહોણી અને બદનક્ષીકારક વિગતો સામે વાંધો લઈ ૧૦૦ કરોડ રૂપિયાનો જંગી માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્‍યો છે. આ કેસમાં સનાતન સત્‍ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયૂરભાઈ, હિમાંશુભાઈ, દિલીપભાઈ અને ભાવિન ઉર્ફે બન્ની ગજેરાનો પ્રતિવાદી તરીકે સમાવેશ થાય છે.

આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરતા નામદાર કોર્ટે આ તમામ વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓને નોટિસ અને સમન્‍સ જારી કર્યા છે. કોર્ટે અરજદારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી તમામ પોસ્‍ટ અને સામગ્રી તાત્‍કાલિક અસરથી અને વધુમાં વધુ ૪૮ કલાકની અંદર સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પરથી દૂર કરવાનો સ્‍પષ્ટ આદેશ આપ્‍યો છે.

કોર્ટ દ્વારા અરજદારને આ બાબતે વચગાળાનું રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્‍યું છે.અરજદાર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના વરિષ્ઠ ડાયરેક્‍ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ  આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે, તેઓ પોતાની સત્‍યનિષ્ઠા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે અને કોઈપણ પાયાવિહોણા આક્ષેપોને લોકમાનસને ગેરમાર્ગે દોરવા કે તેમની પ્રતિષ્ઠા ખરડવા દેશે નહીં. સત્‍યના પડખે ઉભા રહેનારા તમામ સમર્થકોનો તેમણે હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો. (૯.૧૧)

(11:16 AM IST)