<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ચાંદીમાં તેજી બાદ કડાકો : ૭૦૦૦ રૂા. તૂટયા

ચાંદીના ભાવે ર.૦ર લાખની હાઇ સપાટી બનાવ્‍યા બાદ ભાવો તૂટયા : સોનામાં પણ ટોચેથી ૧૦૦૦ રૂા. ઘટયા

રાજકોટ, તા., ૧૩ : બુલીયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીમાં તેજીના તોફાન બાદ મોડી રાત્રે બંને કિંમતી ધાતુઓના ભાવો તૂટયા હતા. ચાંદીમાં ટોચેથી એક જ ઝાટકે ૭૦૦૦ રૂપીયાનો કડાકો થયો હતો. જયારે સોનામાં ૧૦૦૦ રૂપીયા ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે મોડી રાત્રે ચાંદીના ભાવમાં ૭૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૦ર,૦૦૦ રૂપીયા હતા તે ઘટીને મોડી રાત્રે ૧,૯પ,૦૦૦ રૂપીયા થઇ ગયા હતા. ગઇકાલે ચાંદીમાં તેજીના તરખાટને પગલે ૯૦૦૦ રૂપીયાના ઉછાળા સાથે ભાવ  ર,૦ર,૦૦૦ ઓલ ટાઇમ હાઇ સપાટી બનાવી હતી. જો કે મોડી રાત્રે ભાવો તૂટયા હતા.

ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂપીયા ઘટયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂપીયા ઘટતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩૭,પ૦૦ રૂા. હતા તે ઘટીને મોડી રાત્રે ૧,૩૬,પ૦૦ રૂા. થયા હતા. ગઇકાલે સોનામાં ૪૦૦૦ રૂપીયાના ઉછાળા સાથે સોનાના ભાવો ૧,૩૭,પ૦૦ની ટોચની સપાટી બનાવી હતી. જો કે મોડી રાત્રે સોનાના ભાવોમાં પણ ગાબડુ પડયું હતું. 

 

(12:04 PM IST)