<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

આનંદીબેનનો પુસ્‍તક પ્રેમઃ અંકિત ત્રિવેદીના ઘરે મુલાકાત

રાજયપાલ અને કવિ વચ્‍ચે સમાજ-સંસ્‍કૃતિના જતનની વાતો ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલએ અમદાવાદમાં અંકિત ત્રિવેદીના ઘરે શુભેચ્‍છા મુલાકાત લઇ તેમના પુસ્‍તકો અંગે માહિતી મેળવેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૧૩: અમદાવાદ સ્‍થિત જાણીતા કવિ અને લેખક શ્રી અંકિત ત્રિવેદીના વટવા ખાતેના નિવાસસ્‍થાને ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલએ મુલાકાત લઇ પોતાનો પુસ્‍તક પ્રેમ પ્રગટ કર્યો હતો. શ્રી અંકિત ત્રિવેદી કહે છે કે, ગુજરાત રાજ્‍યના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ શ્રી આનંદીબેન પટેલ આજે ઘરે લાયબ્રેરી અનુભવવા આવ્‍યા. આગલા દિવસે એમના જીવન ચરિત્ર ‘‘ચુનૌતીયા મુજે પસંદ હૈ'' ના ગુજરાતી સંસ્‍કરણના પ્રસંગે સંચાલન કરવાની મોજ પડી. પુસ્‍તક પણ વાંચવા અને વસાવવા જેવું જ છે. ઘરના પ્રત્‍યેક ખૂણે પ્રકાશિત પુસ્‍તકોને બહેન ઓળખે છે એની પ્રતીતિ થઇ. ખૂબ લાંબી પણ સમાજના અને સંસ્‍કળતિના જતનની વાતો થઇ. એમના આખા પરિવાર સાથે હૂંફાળો નાતો છે. બહેનની જેમ જ સત્‍યસેવી મિરાત પરિવારની પરંપરા છે. મહામહિમ રાજ્‍યપાલના પ્રોટોકોલ વગર સહજ થઈને,સ્‍વજન થઈને બહેન પધાર્યા એનો રાજીપો છે.

(3:53 PM IST)