News of Saturday, 13th December 2025
SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત
આ ઘટાડા બાદ બેન્કનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિક્ન્ડ વ્યાજ દર૨૫ બેસિસ પોઈન્ટ્સ ઘટીને ૭.૯૦% થઈ જશે

નવી દિલ્હી, તા.૧૩
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના નિર્ણય બાદ, દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક(SBI)એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBIએ વ્યાજ દરોમાં૨૫ બેસિસ પોઈન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ નિર્ણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), રેપો લિક્ન્ડ લેન્ડિંગ રેટ(ઇન્ન્ઇ), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટ માં પણ ઘટાડો કરશે.
SBI દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ, બેક્નનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિક્ન્ડ વ્યાજ દર(EBLR) ૨૫ બેસિસ પોઈન્ટ્સ ઘટીને ૭.૯૦% થઈ જશે. આ નવા દરો ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, RBIએ ગ્રોથને ટેકો આપવા માટે ગયા સપ્તાહે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો, જેના પગલે SBIએ આ નિર્ણય લીધો છે.
જો તમે EBLR આધારિત ૩૦ લાખ સુધીની લોન ૨૦ વર્ષના સમયગાળા માટે લીધી છે અને હાલમાં વ્યાજ ૮% છે, તો તમારી EMI ૨૫,૦૯૩ હશે. હવે, ૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, આ EMI ઘટીને ૨૪,૬૨૮ થઈ જશે.
દેશની અન્ય અગ્રણી બેક્ન ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB) એ પણ ૧૫ ડિસેમ્બરથી તેના લોન દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. IOBએ તેના EBLRને ૮.૩૫%થી ઘટાડીને ૮.૧૦% કર્યો છે, જે ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, બેન્કે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની તમામ અવધિ માટે MCLRમાં પણ ૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો મંજૂર કર્યો છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
