હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AIIMS નું ઐતિહાસિક પગલું: સ્ટ્રોકની સારવાર માટે 'સુપરનોવા સ્ટેન્ટ'ની ભારતમાં પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી
દેશનું પ્રથમ સ્વદેશી સ્ટ્રોક ઉપકરણ, જે સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલના આધારે મંજૂર થયું; દર વર્ષે ૧૭ લાખથી વધુ સ્ટ્રોક પીડિતો માટે નવી આશા

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS), નવી દિલ્હીએ સ્ટ્રોકની સારવાર માટેના એક નવા અને અદ્યતન ઉપકરણ 'સુપરનોવા સ્ટેન્ટ' નો ભારતનો પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરીને તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ મેળવી છે.
AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સુપરનોવા સ્ટેન્ટ ખાસ કરીને દેશની વિવિધ દર્દી વસ્તી માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં સ્ટ્રોક ઘણીવાર પશ્ચિમી દેશોની સરખામણીમાં નાના દર્દીઓને અસર કરે છે.
મેડિકલ ઇન્સ્ટિટ્યૂટે ભારપૂર્વક જણાવ્યું કે આ દેશનું પ્રથમ સ્ટ્રોક ઉપકરણ છે, જેને સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલના આધારે મંજૂરી (Clearance) મળી છે. આ ઉપકરણે દક્ષિણપૂર્વ એશિયામાં ૩૦૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, હવેથી સુપરનોવા સ્ટેન્ટનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવશે. આ નિર્ણય દર વર્ષે સ્ટ્રોકનો ભોગ બનતા ૧૭ લાખથી વધુ ભારતીય નાગરિકો માટે નવી આશાનું કિરણ લઈને આવ્યો છે, કારણ કે સ્થાનિક ઉત્પાદનથી આ સારવાર વધુ સસ્તું અને સુલભ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
