હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 14th December 2025
મોદી સરકારે પૂર્વ ડીજી રાહુલ રસગોત્રાની મોરેશિયસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિયુક્તિ કરી

ભારત સરકારે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા વરિષ્ઠ આઇપીએસ અધિકારી રાહુલ રસગોત્રાને મોરેશિયસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિયુક્ત કર્યા છે.
૧૯૮૯ની બેચના આઇપીએસ અધિકારી રાહુલ રસગોત્રા અગાઉ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
મોરેશિયસ સાથે ભારતના સુરક્ષા સંબંધો અત્યંત ગાઢ રહ્યા છે અને પરંપરાગત રીતે ત્યાંના એનએસએ પદ પર ભારતીય અધિકારીની નિયુક્તિ કરવામાં આવે છે. રસગોત્રાનો આંતરિક સુરક્ષા અને ગુપ્તચર વિભાગનો બહોળો અનુભવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવશે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
