<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

દેશમાં મેડિકલ શિક્ષણની સુવિધામાં વધારો: ૧.૨૮ લાખથી વધુ એમબીબીએસ અને ૮૦ હજારથી વધુ પીજી બેઠકો ઉપલબ્ધ: એક દાયકામાં મેડિકલ કોલેજો અને બેઠકોની સંખ્યામાં ઐતિહાસિક વધારો

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, દેશમાં મેડિકલ શિક્ષણ ક્ષેત્રે બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતમાં હવે કુલ ૧,૨૮,૮૭૫ એમબીબીએસ બેઠકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) મેડિકલ અભ્યાસક્રમો માટેની બેઠકોની સંખ્યા પણ વધીને ૮૦,૨૯૧ થઈ ગઈ છે. 

 

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, રાજ્યમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં મળીને હજારો વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણની તકો મળી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા એક દાયકામાં મેડિકલ કોલેજો અને બેઠકોની સંખ્યામાં ઐતિહાસિક વધારો થયો છે.

 

(11:03 AM IST)