હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈન્ડિગો એરલાઈન્સ સંકટ: ૮૨૯ મુસાફરો વળતર માટે 'ક્લાસ એક્શન'ની તૈયારીમાં; દિલ્હી હાઈકોર્ટે વળતરની ચૂકવણી શરૂ કરવા આદેશ આપ્યો
એવિએશન નિષ્ણાત ડૉ. સુધીર શુક્લાએ દાવો કર્યો છે કે ૮૨૯ મુસાફરો વળતર માટે ટૂંક સમયમાં કોર્ટનો સંપર્ક કરશે

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સમાં વ્યાપક ફ્લાઈટ રદ્દીકરણ અને વિલંબના કારણે સર્જાયેલા સંકટ અંગે મુસાફરોનો રોષ વધી રહ્યો છે. વિમાનન ક્ષેત્રના નિષ્ણાતોના દાવા મુજબ, ખરાબ સેવા અને મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલા લગભગ ૮૨૯ જેટલા મુસાફરો કંપની વિરુદ્ધ સામૂહિક મુકદ્દમો (ક્લાસ એક્શન) દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સર્વેક્ષણ મુજબ, ૮૫% થી વધુ ઈન્ડિગો મુસાફરો ઈચ્છે છે કે ગ્રાહક સુરક્ષા કાયદા (સીપી એક્ટ ૨૦૧૯) હેઠળ એરલાઈનની સેવા ખામીને 'ક્લાસ એક્શન' જોગવાઈ હેઠળ લાવવામાં આવે. એવિએશન નિષ્ણાત ડૉ. સુધીર શુક્લાએ દાવો કર્યો છે કે ૮૨૯ મુસાફરો વળતર માટે ટૂંક સમયમાં કોર્ટનો સંપર્ક કરશે.
* તાજેતરમાં દિલ્હી હાઈ કોર્ટે ઈન્ડિગોને ફ્લાઈટમાં વિક્ષેપને કારણે અટવાયેલા મુસાફરોને વળતરની ચૂકવણી શરૂ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૧૦ના પરિપત્ર હેઠળ વળતર ચૂકવવાપાત્ર છે અને તેનું સખતપણે પાલન થવું જોઈએ.
* કેન્દ્ર સરકારે કોર્ટને માહિતી આપી હતી કે આ વિક્ષેપોની તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કોર્ટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ ને વળતરની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
