હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસના પ્રિયંક ખડગેના અમિતભાઈ પર શાબ્દિક પ્રહાર: 'લોકતંત્રને તમાશો બનાવી દીધું'
ખડગે અગાઉ પણ ડૉ. બી.આર. આંબેડકર અંગે શાહની ટિપ્પણીઓને લઈને તેમના પર તીખો હુમલો કરી ચૂક્યા છે

નવી દિલ્હી/બેંગલુરુ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સંસદમાં આપેલા એક નિવેદનને લઈને કોંગ્રેસના નેતા અને કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ આકરા પ્રહાર કર્યા છે. ખડગેએ અમિતભાઈ ઉપર લોકતંત્રને તમાશો બનાવી દેવાનો આક્ષેપ કર્યો છે.
* શ્રી શાહે સંસદમાં ચૂંટણી સુધારા પરની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે વિપક્ષ 'ગેરકાયદે ઘૂસણખોરો' ને મતદાર યાદીમાં રાખવા માટે 'એસઆઈઆર' (સર્વિસિસ ઈલેક્ટોરલ રૉલ)નો મુદ્દો ઉઠાવી રહ્યો છે. આ નિવેદન બાદ વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો.
* પ્રિયંક ખડગેએ અમિતભાઈના આ નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, ખડગે અગાઉ પણ ડૉ. બી.આર. આંબેડકર અંગે શાહની ટિપ્પણીઓને લઈને તેમના પર તીખો હુમલો કરી ચૂક્યા છે.
* એક અગાઉના કિસ્સામાં, બંધારણની ૭૫ વર્ષની ઉજવણી પર શાહના ભાષણ પછી, ખડગેએ ગૃહમંત્રી પર ડૉ. આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ભાજપ-આરએસએસ હંમેશાથી બંધારણ વિરુદ્ધ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
