હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંકોને બખ્ખાં: સાંડેસરા બંધુઓએ સુપ્રીમમાં ₹૫,૧૦૦ કરોડ જમા કરાવ્યા; મૂળ દેવા કરતાં બમણી વસૂલાત થઈ
ફરાર કારોબારીઓ નીતિન અને ચેતન સાંડેસરાએ સુપ્રીમ કોર્ટમાં ₹૫,૧૦૦ કરોડ જમા કરાવીને કેસોનું સમાધાન કર્યું છે

દેશના સૌથી મોટા બેંક લોન કૌભાંડોમાંના એક સ્ટેર્લિંગ બાયોટેક કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ફરાર કારોબારીઓ નીતિન અને ચેતન સાંડેસરાએ સુપ્રીમ કોર્ટમાં ₹૫,૧૦૦ કરોડ જમા કરાવીને કેસોનું સમાધાન કર્યું છે. આ સાથે જ બેંકોની કુલ વસૂલાત ₹૯,૭૯૯ કરોડ પર પહોંચી છે, જે મૂળ ડિફોલ્ટ રકમ કરતાં ઘણી વધારે છે.
સ્ટેર્લિંગ બાયોટેક જૂથ સામે ₹૫,૩૮૩ કરોડની લોન ન ચૂકવવા બદલ સીબીઆઈ અને ઈડી દ્વારા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કાયદાકીય ભીંસ વધતા અને સંપત્તિઓ જપ્ત થતી જોઈને વિદેશમાં જઈને બેઠેલા સાંડેસરા બંધુઓએ વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં જંગી રકમ જમા કરાવવાની તૈયારી દર્શાવી હતી, જેને કોર્ટે માન્ય રાખી છે.
સરકારી તપાસ એજન્સીઓ જેવી કે ઈડી, સીબીઆઈ અને એસએફઆઈઓએ અગાઉ સંદેશરા જૂથની ₹૪,૬૯૯ કરોડની સંપત્તિઓ ટાંચમાં લીધી હતી. હવે રોકડા ₹૫,૧૦૦ કરોડ જમા થતા કુલ વસૂલાતનો આંકડો ₹૯,૭૯૯ કરોડ સુધી પહોંચ્યો છે. આ કિસ્સો ભારતીય બેંકિંગ ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે જ્યાં ભાગેડુ આર્થિક ગુનેગારો પાસેથી મૂળ રકમ કરતા લગભગ બમણી રકમ વસૂલવામાં સફળતા મળી હોય. આ સમાધાનથી સરકારી તિજોરી અને લેણદાર બેંકોને મોટો ફાયદો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
