હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી: ચંદ્રયાન-૪ અને ૫ મિશન ૨૦૨૮ સુધીમાં લોન્ચ થશે: ભારતના ગગનયાન અને મૂન લેન્ડિંગ મિશન માટે મહત્વના સાબિત થશે: ઈસરોના ચેરમેન એસ. સોમનાથની જાહેરાત
ચંદ્રયાન-૪ મિશન અત્યંત જટિલ અને મહત્વાકાંક્ષી: મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર ઉતરાણ કરી, ત્યાંથી માટી અને ખડકોના નમૂના પૃથ્વી પર પાછા લાવવાનો: આ ટેકનોલોજી ભવિષ્યમાં (૨૦૪૦ સુધીમાં) માનવ મિશન માટે ખૂબ જ અનિવાર્ય છે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) એ ચંદ્રયાન-૩ ની ઐતિહાસિક સફળતા બાદ હવે આગામી મિશન માટે કમર કસી છે. ઈસરોના ચેરમેન એસ. સોમનાથે જાહેરાત કરી છે કે ચંદ્રયાન-૪ અને ચંદ્રયાન-૫ મિશન વર્ષ ૨૦૨૮ સુધીમાં લોન્ચ કરવાની યોજના છે, જે ભારતન ગગનયાન અને મૂન લેન્ડિંગ મિશન માટે મહત્વના સાબિત થશે.
ઈસરો ચીફના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-૪ મિશન અત્યંત જટિલ અને મહત્વાકાંક્ષી હશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર ઉતરાણ કરીને ત્યાંથી માટી અને ખડકોના નમૂના (સેમ્પલ) એકત્ર કરી તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો રહેશે. આ ટેકનોલોજી ભવિષ્યમાં માનવ મિશન માટે ખૂબ જ અનિવાર્ય છે.
ત્યારબાદનું ચંદ્રયાન-૫ મિશન, જાપાનની સ્પેસ એજન્સી સાથેના સહયોગમાં લ્યુપેક્સ પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે અથવા સ્વતંત્ર રીતે માનવ મિશન માટેની રિહર્સલ સમાન હશે. ભારત સરકારે વર્ષ ૨૦૪૦ સુધીમાં ભારતીય અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતારવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ બંને આગામી મિશન તે દિશામાં ભારતના પગલાં મજબૂત કરશે. આ જાહેરાતથી અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતની પ્રગતિની ગતિનો અંદાજ આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
