હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 14th December 2025
કાલથી વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે: પીએમ જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે
પીએમ મોદી અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર 15-16 ડિસેમ્બરે જોર્ડનની મુલાકાત લેશે ત્યારબાદ ઈથોપિયા અને ઓમાન જશે

નવી દિલ્હી : આવતીકાલથી વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે જશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે.પીએમ મોદી અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર 15-16 ડિસેમ્બરે જોર્ડનની મુલાકાત લેશે. જોર્ડનનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 16 ડિસેમ્બરે ઇથોપિયા જશે તેઓ ઈથોપિયાના પીએમ અબીય અલી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 17 ડિસેમ્બરે પીએમ ઓમાન પ્રવાસે જશે તેઓ ઓમાનના સુલતાન કાબૂસ બિન સૈયદ સાથે બેઠક યોજશે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
