<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ટ્રમ્પનો કડક નિયમથી H-1B વિઝા સંકટથી નોકરી છૂટવાનો અને ફસાઈ જવાનો ડર : હજારો ભારતીયોને માઠીઅસર થશે

નિયમ હેઠળ બધા H-1B અને H-4 વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશન ફરજિયાત

અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય H-1B વિઝા ધારકો માટે, નિયમિત યાત્રા એક મોટી અગ્નિપરીક્ષા બની ગઈ છે. જે લોકો લગ્ન, વેકેશન, કૌટુંબિક જરૂરિયાતો અથવા વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવ્યા હતા તેઓ હવે મહિનાઓથી અટવાઈ ગયા છે. તેનું કારણ ટ્રમ્પ વહીવટીતંત્રનો એક નવો નિયમ છે જેણે ચેતવણી આપ્યા તમામ સ્થિતિ બદલી નાંખી છે.

H-1B વિઝા ધારકો સામાન્ય રીતે ભારતમાં આવે છે, US એમ્બેસી ખાતે વિઝા સ્ટેમ્પિંગ મેળવે છે અને પાછા ફરે છે. ઘણા વ્યક્તિઓની વર્ક પરમિટ (H-1B સ્ટેટસ) માન્ય હતી, પરંતુ તેમના પાસપોર્ટમાં એન્ટ્રી વિઝા સમાપ્ત થઈ ગયા હતા. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે થોડા દિવસો લાગતા હતા.

પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. 3 ડિસેમ્બરના રોજ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 15 ડિસેમ્બરથી અમલમાં આવનાર એક નવો નિયમ જારી કર્યો. આ નિયમ હેઠળ બધા H-1B અને H-4 વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ નવા નિયમથી ભારતમાં ખાસ કરીને હૈદરાબાદ અને ચેન્નાઈમાં, મુખ્ય યુએસ કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિસેમ્બર 2025 માટે નિર્ધારિત ઘણી એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. આ એપોઇન્ટમેન્ટ હવે માર્ચ 2026 થી જૂન 2026 સુધી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. US એમ્બેસીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જૂની એપોઇન્ટમેન્ટ તારીખે આવવાથી વિઝા મળશે નહીં.

નવા નિયમ મુજબ વિઝા અરજદારોએ તેમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાર્વજનિક કરવા પડશે. US અધિકારીઓ અરજદારોની ઓનલાઈન પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરશે, જેમાં પોસ્ટ, ટિપ્પણીઓ, લાઈક્સ, શેર અને ઓનલાઈન પોસ્ટ કરેલી અન્ય માહિતીનો સમાવેશ થાય છે. તેમને એ પણ સમીક્ષા કરવાનો અધિકાર હશે કે અરજદારોની પોસ્ટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ, તેની સંસ્થાઓ અથવા તેના નાગરિકો માટે અપમાનજનક છે કે નહીં.
ઇમિગ્રેશન વકીલ એલેન ફ્રીમેને ચેતવણી આપી હતી કે ઘણા H-1B કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. ઘણી કંપનીઓ 5-6 મહિના રાહ જોવી પરવડી શકે તેમ નથી, અને ઘણા કિસ્સામાં ભારતમાંથી દૂરસ્થ કામ કાયદેસર રીતે શક્ય નથી. લોકોએ યુએસમાં ઘર ભાડું, કાર લોન અને બિલ છોડી દીધા છે. આટલા લાંબા વિલંબની સીધી અસર પરિવારો અને અર્થતંત્ર પર પડશે.

H-1B વિઝા ધારકોમાંથી લગભગ 70% ભારતીય છે. નાણાકીય વર્ષ 2024 માં, ભારતને આશરે 80,500 નવા H-1B વિઝા મળ્યા, જ્યારે ચીનને આશરે 19,600 મળ્યા. તેથી આ કડકતા ભારતીય IT વ્યાવસાયિકોને સૌથી વધુ અસર કરી રહી છે.

(11:05 PM IST)