હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ કાશ્મીરથી માંડી તમિલનાડુ સુધી હાડ થીજવતી ઠંડી
હિમાલયી રાજ્યોમાં નવા પશ્ચિમી વિક્ષેપની એન્ટ્રી સાથે જ ઠંડીની તીવ્રતા વધી :ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કડકડતી ઠંડીની આગાહી

નવી દિલ્હી :ગુજરાત સહિત દેશભરમાં હાલ કડકડતી ઠંડીની લહેર છે. આપણાં દેશના નકશા મુજબ ઉપર જમ્મુ કાશ્મીરથી માંડી છેક નીચે તમિલનાડુ સુધી હાડ થીજવતી ઠંડીનો પ્રભાવ છે. ઉત્તર ભારત હાલમાં શિયાળાના તીવ્ર પ્રભાવ હેઠળ છે. હિમાલયી રાજ્યોમાં નવા પશ્ચિમી વિક્ષેપની એન્ટ્રી સાથે જ ઠંડીની તીવ્રતા વધી રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને પ્રદૂષણનું બેવડું સંકટ લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો અને ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. આ તરફ ગુજરાતમાં પણ આગામી 5 દિવસ સુધી કડકડતી ઠંડીની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો હાલ પડી રહેલ ઠંડીની વચ્ચે હજી પણ આગામી પાંચ દિવસ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. જોકે ઠંડીનો પારો ધીરે ધીરે ગગડી શકે છે. મહત્વનું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે તો અમુક વિસ્તારોમાં તેની ઝડપ 25 કિ.મી. પ્રતિ કલાક સુધીની રહી છે. જોકે હવે હવામાનની આગાહી પ્રમાણે 15 ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી પવનની ગતિ સામાન્ય થઈ શકે છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, આગામી 5 દિવસ બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા અને તીવ્ર ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. કાશ્મીર ખીણમાં ઠંડી નવા રેકોર્ડ બનાવી રહી છે-ઝોજીલા પાસમાં માઈનસ 18°C જેટલું ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. ગુલમર્ગ, શ્રીનગર અને આસપાસના જિલ્લાઓમાં પણ પારો સતત માઈનસમાં રહે છે.
બરફવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઇ રહ્યા છે અને પાણીના સ્ત્રોત થીજી જતાં સ્થાનિક જીવન પ્રભાવિત થાય છે. 12 ડિસેમ્બરથી ઉત્તરાખંડમાં ઠંડી વધી શકે છે. ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પિથોરાગઢમાં ભારે હિમવર્ષાની ચેતવણી છે. દેહરાદૂન અને હરિદ્વારમાં સવાર-સાંજની શીત પવનો બાળકો, વૃદ્ધો અને પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જી રહી છે. હિમાચલમાં 13 ડિસેમ્બરથી નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જેના કારણે લાહૌલ–સ્પિતિ, કિન્નૌર અને કુલ્લુના ઘણા વિસ્તારોમાં બરફવર્ષા અને પલળેલા રસ્તાઓથી પરિવહન ખોરવાઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
