<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંજલિએ ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ફ્લાઇટમાં મહિલાનો બચાવ્યો જીવ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ X પર પોસ્ટ કરી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને ડૉ. અંજલિ નિમ્બાલકરની ફ્લાઇટમાં એક અમેરિકન મહિલાનો જીવ બચાવવા બદલ પ્રશંસા કરી.

કર્ણાટકના ખાનપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ડૉક્ટર અંજલિ નિમ્બાલકરે ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટમાં મિડ એર મેડિકલ  ઇમર્જેંન્સી દમિયાન એક અમેરિકન મહિલાનો જીવ બચાવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પાર્ટીએ તેમના વીર કાર્યની પ્રશંસા કરી છે.

14 ડિસેમ્બરના રોજ, સિદ્ધારમૈયાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ગોવાથી નવી દિલ્હી જતી ફ્લાઇટમાં આ ઘટના બની હતી. ટેકઓફના થોડા સમય પછી, એક અમેરિકન મહિલા મુસાફરને છાતીમાં તીવ્ર દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયો. તેની સ્થિતિ ગંભીર બની ગઈ. ત્યારે આ ફ્લાઇટમાં હાજર  પૂર્વ ધારાસભ્ય અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સચિવ ડૉ. અંજલિ નિમ્બાલકરે  તેમને ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપીને તેમનો જીવ બચાવ્યો હતો. તેમણે મહિલાનું પ્રાથમિક ચેક અપ કરીને સારવાર આપી હતી.  ડૉ. અંજલિએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કર્યું અને લગભગ દોઢ કલાક સુધી મહિલા સાથે રહ્યા. તેમણે દવાઓ આપી અને તેમની તબિયત સ્ટેબલ થાય  ત્યાં સુધી તેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમની સતર્કતા અને  સમયસર મદદને કારણે, મહિલાનો જીવ બચી ગયો.

 

સિદ્ધારમૈયાએ લખ્યું, "મને આ સાંભળીને ખૂબ ગર્વ થયો. ડૉ. અંજલિનું કાર્ય સર્વોપરી સેવા છે. સક્રિય તબીબી પ્રેક્ટિસ છોડીને રાજકારણમાં આવ્યા પછી પણ, અન્યોને મદદ કરવાની તેમની ભાવના અકબંધ છે. સિદ્ધારમૈયાએ તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરી, જેથી ઘણા લોકો તેમની કરુણા અને ફરજની ભાવનાનો લાભ લઈ શકે."

કર્ણાટક કોંગ્રેસે પણ ડૉ. અંજલિને સલામ કરી. પાર્ટીએ તેને હિંમત, કરુણા અને જાહેર ફરજનું અસાધારણ ઉદાહરણ ગણાવ્યું. કોંગ્રેસે કહ્યું કે જાહેર સેવા પદ કે દરજ્જાથી સમાપ્ત થતી નથી. ડૉ. અંજલિની પહેલ તેમની સેવા અને અન્યોની સંભાળ રાખવાની આજીવન પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે કોંગ્રેસના 'સૌથી ઉપર સેવા' અને 'સૌથી ઉપર માનવતા'ના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે.

ડૉ. અંજલિ નિમ્બાલકર એક ટ્રેન્ડ મેડિકલ પ્રોફેશનલ છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે તબીબી પ્રેક્ટિસ કરી હતી. હવે તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ AICC માં સચિવ છે. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો ડૉ. અંજલિની બહાદુરી અને માનવતાના વખાણ કરી રહ્યા છે.

(11:51 PM IST)