<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

મૃત્‍યુના ૧૧ મિનિટ બાદ મહિલા ફરી જીવતી થઈ, બાદમાં તેણે પોતાનો અનુભવ જણાવ્‍યો

કૈનસસમાં રહેનારી એક ૬૮ વર્ષીય મહિલાનો એવો દાવો છે કે તે ૧૧ મિનિટ માટે મૃત્‍યુ પામી હતી અને બાદમાં તે પરત જીવતી થઈ ગઈ. જોકે આ સમયગાળામાં તેની સાથે શું થયું તેનો અનુભવ તેણે શેર કર્યો હતો. જેને જાણીને તમે ચોંકી જશો

કૈનસસ તા.૧૫: મૃત્‍યુ બાદ કોઈ જીવિત નથી થઈ શકતું. આપણે લોકો હંમેશા સ્‍વર્ગ અને નર્કની ચર્ચા કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે જેઓ મૃત્‍યુ બાદ પરત જીવતા થવાના દાવા કરતા હોય છે. સાથે જ તેઓ પોતાની સાથે થયેલા અનુભવને લઈને પણ વાત કરતા હોય છે.

હાલ એક એવી જ મહિલા ચર્ચામાં છે કે જેણે એવો દાવો કર્યો હતો કે તે મેડિકલ રૂપે ૧૧ મિનિટ સુધી મરી ગઈ હતી અને બાદમાં પરત તે જીવતી થઈ ગઈ હતી. તેણે જણાવ્‍યું કે પોતાના આ વિચિત્ર અનુભવને ક્‍યારેય ભૂલી નહીં શકે.

શાર્લોટ હોમ્‍સ નામની એક મહિલાએ એવો દાવો કર્યો કે તેણે સ્‍વર્ગ અને નર્ક બંન્ને જોયા હતા અને જે તેણે જોયું તેનાથી તેની જિદગી બદલાઈ ગઈ. મિરરની રિપોર્ટ પ્રમાણે ૬૮ વર્ષીય શાર્લોટ હૃદય સંબંધી સમસ્‍યાને કારણે બીમાર પડી ગઈ હતી.

 ડોક્‍ટર પાસે ગયા બાદ તેનું બ્‍લડપ્રેશર વધી ગયું હતું. ડોક્‍ટરોએ તેને હોસ્‍પિટલમાં જ સારવાર લેવાની સલાહ આપી. મહિલાએ જણાવ્‍યું કે હોસ્‍પિટલમાં જ તેની સાથે મૃત્‍યુનો અજીબોગરીબ ઘટના બની હતી.

ડોક્‍ટરોએ તેને ચેતવણી આપી હતી કે હૃદય રોગનો હુમલો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તેનો પતિ ડૈની તેની સાથે જ હતો. ડોક્‍ટરોએ તેનું બ્‍લડપ્રેશર ઓછું કરવાનું ટ્રીટમેન્‍ટ શરૂ કરી જોકે પરિસ્‍થિતિ વધારે બગડી જેથી તેને ઇમરજન્‍સી વોર્ડમાં શિફટ કરવામાં આવી અને બાદમાં તુરંત તેનો ઇલાજ શરૂ કરવામાં આવ્‍યો હતો.

શાર્લોટે જણાવ્‍યું કે તે મેડિકલ ટીમને જોઈ શકતી હતી તેની ચારેય તરફ નર્સો હતી. જોકે અચાનક તેને ફૂલોની સુગંધ આવવા લાગી સંગીત સંભળાવા લાગ્‍યું જ્‍યારે આંખો ખોલી તો તેને ખબર તેને ખબર પડી તે સ્‍વર્ગમાં છે. શાર્લોટના પતિ ડૈનીએ જણાવ્‍યું કે તે ફૂલોની વાત કરી રહી હતી. મેં ચારેય તરફ જોયું તો ખબર પડી કે રૂમમાં કોઈ ફૂલ ન હતા. ત્‍યારે મને અહેસાસ થયો કે જ્‍યારે આ બધું થઈ રહ્યું હતું ત્‍યારે તે આ દુનિયામાં ન હતી.

શાર્લોટને ખબર પડી કે તેનું હૃદય ૧૧ મિનિટ માટે રોકાઈ ગયું હતું. ડોક્‍ટરોનું કહેવું હતું કે તે મેડિકલ રૂપે મરી ચૂકી હતી. તેણે ૧૧ મિનિટ દરમિયાન જે થયું તે યાદ કર્યું અને જણાવ્‍યું કે હું શરીરની ઉપર હતી. હું ડૈનીને ખૂણામાં ઉભેલો જોઈ શકતી હતી તે પાછળ હટી ગયો હતો. હું એ દરેક નર્સને જોઈ શકતી હતી. જ્‍યારે મેં આંખો ખોલી તો મને ચારેય તરફ સુંદરતા દેખાઈ. મને ઝાડ દેખાયા ઘાસ દેખાયું અને સંગીતની ધૂન પર ઝૂમતા લોકો દેખાયા તેઓ ઈશ્વરની આરાધના કરી રહ્યા હતા.

તેણે જણાવ્‍યું કે હું તમને એવું નહીં જણાવી શકું કે સ્‍વર્ગ કેવું દેખાય છે કારણકે તે આપણી કલ્‍પનાથી લાખો ગણું ઉપર છે. શાર્લોટના અનુસાર સ્‍વર્ગદૂતોએ તેને આ દિવ્‍ય લોકનું માર્ગદર્શન આપ્‍યું હતું. જ્‍યાં ભયનું કોઈ નામોનિશાન ન હતું. તેણે સમજાવ્‍યું કે ત્‍યાં કોઈ ભય નથી જ્‍યારે સ્‍વર્ગદૂતો માર્ગદર્શન આપે છે. તો ઘરે પહોંચતા કોઈ ભય નથી રહેતો. આ એક પરમ આનંદ જેવું હોય છે. દિવ્‍યાએ જણાવ્‍યું કે તેણે પોતાની આ ભવ્‍ય યાત્રા સમયે તેના માતા પિતા અને બહેન સહિત ઘણા સંબંધીઓને જોયા જે મૃત્‍યુ પામી ચૂકેલા.

શાર્લોટે જણાવ્‍યું કે તેના માતા પિતા પાસે એક એવી રોશની હતી જે તે જોઈ નહોતી શકતી. પરંતુ મને ખબર હતી તે મારા ગુજરી ચૂકેલા માતા પિતા છે. પછી મારી નજર એક નાના બાળક પર પડી. જેનાથી મને એક ઊંડો અહેસાસ થયો હતો. હું સમજી નહોતી શકતી કે તે બાળક કોણ છે. ત્‍યારે મને મારા દિવ્‍ય પિતાની અવાજ સંભળાઈ જેણે મને કહ્યું કે આ બાળક તમારું છે. ખરેખરમાં હું તે બાળકને ત્‍યારે ગુમાવી ચૂકી હતી જ્‍યારે હું સાડા પાંચ મહિનાની ગર્ભવતી હતી. મને યાદ છે કે તેમણે બાળકને ખોળામાં ઉઠાવ્‍યો હતો અને કહ્યું હતું કે શાર્લોટ આ એક બાળક છે અને પછી તે જતો રહ્યો હતો.

 શાર્લોટે દાવો કર્યો કે સ્‍વર્ગની યાત્રા બાદ ભગવાને તેને કંઈક એવું દેખાડ્‍યું જેને તે પોતાની સ્‍મૃતિથી ક્‍યારેય હટાવી નહીં શકે. તેણે કહ્યું કે ઈશ્વર મને નર્કમાં લઈ ગયા. મેં નીચે જોયું તો મને સડેલા માસ જેવી દુર્ગંધ આવી અને ચીસો સંભળાઈ હતી. સ્‍વર્ગની સુંદરતા જોયા બાદ નર્ક જોવું અસહનીય હતું. તેણે કહ્યું કે આ વાત અમુક વ્‍યક્‍તિઓ માટે ચેતવણી રૂપે જણાવામાં આવી હતી કે જો તેઓ પોતાનો વ્‍યવહાર નહીં બદલે તો તેમનું પરિણામ શું આવશે. તેમને અહીંયા જ રહેવું પડશે.

તેણે આગળ એવું પણ કહ્યું કે તેના પિતાને તેણે એ કહેતા સાંભળ્‍યા હતા કે તારી પાસે પરત જઈને આ બધી વસ્‍તુઓ જણાવાનો સમય છે. તેણે જણાવ્‍યું કે બાદમાં તેને અનુભવ થયો કે તે પોતાના શરીરમાં પરત સમાઈ રહી હોય. તેણે કહ્યું કે મને એ જગ્‍યાએ દુખાવાનો અનુભવ થયો જ્‍યાં પહેલા ક્‍યારેય મને દુખાવો નહોતો થયો. બાદમાં શાર્લોટ જીવતી થઈ ગઈ. કૈનસસની રહેવાસી શાર્લોટે સપ્‍ટેમ્‍બર ૨૦૧૯ની આ અજીબોગરીબ ઘટના બાદ ૨ સપ્તાહ હોસ્‍પિટલમાં વિતાવ્‍યા હતા. બાદમાં તે પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી. જોકે ત્‍યારથી તે પોતાના આ અનુભવને શેર કરતી રહી છે.(૩૮.૨)

(9:42 AM IST)