<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

દુલ્‍હાએ લગ્નના કરારમાં માગી ધોની, CSK અને RCBની મેચ જોવાની બેરોકટોક લેખિત પરવાનગી

દુલ્‍હાએ પોતાને મહેન્‍દ્રસિંહ ધોની અને ચેન્નઈ સુપરકિંગ્‍સનો મોટો ફેન ગણાવીને ભાવિ પત્‍ની સાથે એક એગ્રીમેન્‍ટ કર્યુ

નવી દિલ્‍હી,તા.૧૫: સોશ્‍યલ મીડિયા પર લગ્નનો એક મજેદાર વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. ભારતમાં ક્રિકેટ અને મહેન્‍દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી જેવા લેજન્‍ડરી ક્રિકેટરોના અગણિત ચાહકો છે. આવા જ એક ચાહક દુલ્‍હાએ પોતાને મહેન્‍દ્ર સિંહ ધોની અને ચેન્નઈ સુપરકિંગ્‍સનો મોટો ફેન ગણાવીને ભાવિ પત્‍ની સાથે એક ઍગ્રીમેન્‍ટ કર્યું હતું, જેમાં તેણે લખેલું કે જીવનમાં ગમે ત્‍યારે મહેન્‍દ્ર સિંહ ધોની, CSK કે RCBની મેચ હોય ત્‍યારે એ બેરોકટોક જોવા દેવામાં આવશે. ધ્રુવ મજીઠિયા નામના દુલ્‍હાએ ૫૦૦ રૂપિયાના સ્‍ટેમ્‍પપેપર પર ભાવિ પત્‍ની આશીમા સાથે કરાર કર્યો હતો કે ‘આશીમા મને જીવનભર જ્‍યારે પણ મહેન્‍દ્ર સિંહ ધોની કે ચેન્નઈ સુપરકિંગ્‍સની મેચ હોય ત્‍યારે કોઈ જ બાધા વિના જોવા જવાની પરવાનગી આપશે. જો આ મંજૂર હોય તો જ હું તેની સાથે સાત ફેરા લેવા તૈયાર છું. જો ભવિષ્‍યમાં ક્‍યારે પણ આશીમા મેચ ન જોવા બાબતે કોઈ પણ પ્રકારની ઇમોશનલ દલીલ રજૂ કરશે તો એને આ કરારનું ઉલ્‍લંઘન ગણવામાં આવશે.' લગ્ન સમયે આ ઍગ્રીમેન્‍ટ દુલ્‍હાએ વાંચી સંભળાવ્‍યું ત્‍યારે હાજર સો ખડખડાટ હસી પડ્‍યા હતા. 

(9:50 AM IST)