<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

જાન્‍યુઆરી મહિનાથી ટેલિવિઝન ૩-૧૦% મોંઘા થવાની શક્‍યતા

વિશ્વભરમાં મેમરી ચીપની અછત અને ડોલર સામે રૂપિયાએ ૯૦નું સ્‍તર વટાવી લીધું હોવાનું કારણ : છેલ્‍લા ત્રણ મહિનામાં મેમરી ચિપ્‍સની માગ ૫૦૦ ટકા વધી

નવી દિલ્‍હી,તા.૧૫: જાન્‍યુઆરી મહિનાથી ટેલિવિઝનની કિમતો વધવાની શક્‍યતા છે. વિશ્વભરમાં મેમરી ચીપની અછત અને ડોલર સામે રૂપિયાએ ૯૦નું સ્‍તર વટાવી લીધું હોવાના કારણે ટેલિવિઝનની કિમતોમાં ૩થી ૧૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે. ટીવીના નિર્માણમાં ઓપન સેલ, સેમિ કન્‍ડક્‍ટર ચિપ્‍સ અને મધરબોર્ડ જેવા પાર્ટ્‍સની આયાત કરવામાં આવે છે, જ્‍યારે ઘર આંગણે માત્ર ૩૦ ટકા પાર્ટ્‍સ જ મળી રહે છે. જેના કારણે સતત ઘસાઈ રહેલો રૂપિયો ટીવી માટે ચિતાજનક બન્‍યો છે.

આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ સર્વર માટે હાઈ-બેન્‍ડવિડ્‍શ મેમરીની ડીમાન્‍ડ ખૂબ વધી છે અને તેના કારણે મેમરી ચિપ્‍સની અછત સર્જાઈ છે. ચીપ ઉત્‍પાદકો પણ પરંપરાગત ટીવીના બદલે એઆઈ માટે ચિપ્‍સ બનાવવાનું પસંદ કરી રહ્યા છે. માગ વધવાના કારણે મેમરી ચિપ્‍સની કિમતો વધવાનું સ્‍વાભાવિક છે. હાયર એપ્‍લાયન્‍સીસ ઈન્‍ડિયાના પ્રેસિડન્‍ટ એન એસ સતિષના જણાવ્‍યા મુજબ, એલઈડી ટીવી સેટ્‍સ ૩ ટકા મોંઘા થશે. કેટલાંક ઉત્‍પાદકોએ ભાવ વધારાની શક્‍યતા બાબતે ડીલર સાથે વાત કરી લીધેલી છે. 

થોમસન કોડાક અને બ્‍લાોપુંક જેવી જાણીતી બ્રાન્‍ડ માટે ટીવી બનાવતી કંપની સુપર પ્‍લાસ્‍ટ્રોનિક્‍સ પ્રાઈવેટ લિ.ના મતે, છેલ્‍લા ત્રણ મહિનામાં મેમરી ચિપ્‍સની માગ ૫૦૦ ટકા વધી છે. સીઈઓ અવનિત સિગ મારવાહે કહ્યું હતું કે, જાન્‍યુઆરી મહિનાથી ટીવીની કિમતમાં ૭થી ૧૦ ટકાનો વધારો થઈ શકે છે. હજુ અન્‍ય બે ત્રિમાસિક સુધી મેમરી ચિપ્‍સની કિમતો યથાવત રહે તો તેની કિમતોમાં ફરી વધારો થવાની શક્‍યતા પણ તેમણે વ્‍યક્‍ત કરી છે.

સરકારે ૩૨ ઈંચના ટીવી પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો છે અને તેનાથી ટીવીની કિમતોમાં ૪,૫૦૦ જેટલો ઘટાડો થયો છે. જીએસટીમાં મળેલી આ રાહતને મેમરી ચિપ્‍સ અને નબળો રૂપિયો ભરખી જાય તેવી શક્‍યતા છે. આ પરિબળો ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વિવિધ દેશો પર લાદેલાં જંગી ટેરિફને કારણે વૈશ્વિક વેપારમાં અનિヘતિતા જોવાઈ છે

(9:54 AM IST)