હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉદયપુર નજીક નેશનલ હાઈવે પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત : વાવ અને થરાદ તાલુકાના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત
ઉદયપુર-અમદાવાદ હાઈવે પર કાયા ગામ નજીક કારને અકસ્માત :ત્રણેય યુવાનો માળી સમાજનું ઉધારણી ગામે સગપણ પતાવી પરત ફરી રહ્યા હતા

રાજસ્થાનના ઉદયપુર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. આ અકસ્માતના બનાવમાં વાવ અને થરાદ તાલુકાના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટના ઉદયપુર-અમદાવાદ હાઈવે પર કાયા ગામ નજીક બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદના ડોડગામનો પ્રવીણ સુથાર, વાવના ખીમાણા ગામનો હરેશ સુથાર અને થરાદના જ ભોરોલનો નરેશ માળી આ ત્રણેય યુવાનો માળી સમાજનું ઉધારણી ગામે સગપણ પતાવી પરત ફરી રહ્યા હતા. તેમની કાર ઉદયપુર-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ, આ અકસ્માતમાં ટ્રક અને અન્ય ચાર વાહનો સહિત કુલ પાંચ વાહનો સામસામે અથવા એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મૃતક યુવાનોના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને તેમના મૃતદેહોને પીએમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાવ અને થરાદ પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
