હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
ભાજપનું વ્હીપ જારી: આજે ૧૫ થી ૧૯ ડિસેમ્બર સુધી તમામ સાંસદોને હાજર રહેવા આદેશ

દિલ્હી: સંસદના શિયાળુ સત્રના અંતિમ સપ્તાહમાં મહત્વના કામકાજને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તેના લોકસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે. તમામ સાંસદોને ૧૫ થી ૧૯ ડિસેમ્બર સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
સંસદનું શિયાળુ સત્ર હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યારે સત્તાધારી ભાજપે પોતાના તમામ લોકસભા સભ્યોને ૧૫ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર દરમિયાન ગૃહમાં અચૂક હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે.
આગામી દિવસોમાં સરકાર કેટલાક મહત્વપૂર્ણ ખરડાઓ અને અનુદાનની પૂરક માંગણીઓ પસાર કરાવવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન વિનિયોગ વિધેયક (એપ્રોપ્રિએશન બિલ) જેવા નાણાકીય કામકાજ પર પણ ચર્ચા અને મતદાન થવાની શક્યતા છે, જેથી પક્ષે પોતાના તમામ સાંસદોની હાજરી સુનિશ્ચિત કરવા આ કડક સૂચના આપી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
