હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
દેશમાં એક સમાન ન્યાયિક નીતિનો અભાવ ચિંતાજનક: સીજેઆઈ સૂર્ય કાન્ત

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાન્તે દેશમાં એકીકૃત ન્યાયિક નીતિના અભાવ સામે લાલ બત્તી ધરી છે. તેમણે જણાવ્યું હતું કે અલગ અલગ કોર્ટમાં અલગ અલગ પ્રણાલી હોવાથી પક્ષકારો માટે કેસના પરિણામો ધારવા મુશ્કેલ બને છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાન્તે ન્યાયતંત્રમાં સુધારા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દેશમાં યુનિફાઈડ જ્યુડિશિયલ પોલિસી એટલે કે એકીકૃત ન્યાયિક નીતિના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સીજેઆઈ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશભરની અદાલતોમાં અસંગત પ્રથાઓ ચાલી રહી છે. એક જ પ્રકારના કેસમાં અલગ અલગ કોર્ટમાં અલગ પ્રક્રિયા અને અલગ સમયમર્યાદા જોવા મળે છે. જેના કારણે પક્ષકારો કે અરજદારો માટે કેસનું પરિણામ શું આવશે અથવા કેટલો સમય લાગશે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. તેમણે ન્યાયિક પ્રક્રિયામાં એકસૂત્રતા લાવવા પર ભાર મૂક્યો હતો.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
