<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

એમેઝોન ઇન્‍ડિયાએ સરકારી વિભાગો સાથે જોડાણ કર્યુ

રાજકોટ, તા., ૧પઃ ભારતના લોજિસ્‍ટિક્‍સ ઇકોસિસ્‍ટમમાં પરંપરાગત કારીગરો, મહિલાઓની આગેવાની હેઠળના સાહસો, ઉભરતા સ્‍ટાર્ટઅપ્‍સ અને સંશોધન-આધારિત નવીનતાને મદદરૂપ થવા માટે એમેઝોન ઇન્‍ડિયાએ આજે ભારત સરકાર દ્વારા સંચાલિત અનેક સંસ્‍થાઓ સાથે જોડાણની જાહેરાત કરી હતી. સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રાલય (MoMSME), ડિપાર્ટમેન્‍ટ ફોર પ્રમોશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રી એન્‍ડ ઈન્‍ટરનલ ટ્રેડ (DPIIT) અને રેલવે મંત્રાલય હેઠળના ગતિ શક્‍તિ વિશ્વવિદ્યાલય (GSV) સાથેની આ ભાગીદારીનો ઉદ્દેશ્‍ય બજાર સુધીની પહોંચને વિસ્‍તળત કરવાનો, ક્ષમતા નિર્માણ કરવાનો અને ભારતની આર્થિક પ્રાથમિકતાઓમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો છે. એમેઝોન ઇન્‍ડિયાના કન્‍ટ્રી મેનેજર સમીર કુમારે આ ભાગીદારી અંગે જણાવ્‍યું હતું કે, કારીગરો, ઉદ્યોગસાહસિકો અને વિકસતી લોજિસ્‍ટિક્‍સ ઇકોસિસ્‍ટમને ટેકો આપવા માટે ભારત સરકારની આ સંસ્‍થાઓ સાથે મળીને કામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. દેશભરના સમુદાયો અને વ્‍યવસાયો માટે પહોંચ અને તકનો વિસ્‍તાર કરવાની સાથે જ આ સહયોગ ભારતના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યાંકોમાં યોગદાન આપવાની તકો છે. 

 

 

(3:08 PM IST)