હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૫ જાન્યુઆરીએ મતદાનની તારીખ જાહેર : આજથી આચારસંહિતા લાગુ
મુંબઈમાં ૨૨૭ બેઠકો પર ૧૬ જાન્યુઆરીએ પરિણામ : ૧૧ લાખ 'ડબલ સ્ટાર' મતદારોનો મુદ્દો : ઉમેદવારો ૨૩ થી ૩૦ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે : શિંદે જૂથ-ભાજપ-અજિત પવાર સામે કોંગ્રેસ એકલા લડશે : ઠાકરે જૂથ-મનસેની યુતિની શક્યતા?

મુંબઈ, તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ : મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આજે (૧૫ ડિસેમ્બર) પત્રકાર પરિષદ યોજીને આતુરતાથી રાહ જોવાતી મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ મુંબઈમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેના કારણે રાજકીય પક્ષોમાં ગરમાવો આવ્યો છે.
ચૂંટણી પંચની ઘોષણા મુજબ, મુંબઈ પાલિકાની ચૂંટણી માટે ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મતદાન યોજાશે અને તેનું પરિણામ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ૨૩ ડિસેમ્બર થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન તેમના ઉમેદવારી પત્રો ભરી શકશે. આ અરજીઓની છાનબીન (સ્ક્રુટિની) ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ થશે, અને ઉમેદવારો ૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં તેમના અરજીપત્રો પાછા ખેંચી શકશે.
મહત્વપૂર્ણ મતદાર વિગતો:
મુંબઈમાં કુલ ૨૨૭ બેઠકો માટે આ ચૂંટણી યોજાશે, જેના માટે ૧૦,૧૧૧ મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે મુંબઈમાં અંદાજે ૧૧ લાખ જેટલા બેવડા (દુબાર) મતદારો મળી આવ્યા છે. આ મતદારોના નામની આગળ 'ડબલ સ્ટાર' લખેલું હશે અને તેમને માત્ર એક જ મતદાન કેન્દ્ર પર મત આપવો પડશે, જેના માટે તેમને પૂછવામાં આવશે કે તેઓ કયા કેન્દ્ર પર મતદાન કરવા માંગે છે.
રાજકીય સંઘર્ષ:
આ ચૂંટણી શિવસેનાના શિંદે જૂથ, ઠાકરે જૂથ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારનો રાષ્ટ્રવાદી પક્ષ (NCP) એકસાથે મળીને આ ચૂંટણી લડશે. જ્યારે બીજી તરફ, મહાવિકાસ આઘાડીમાં ભંગાણના સંકેતો છે; કોંગ્રેસે સ્વબળે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, મહાવિકાસ આઘાડીનો ભાગ રહેલો ઠાકરેનો શિવસેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે યુતિ કરીને આ ચૂંટણી લડે તેવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકાની સત્તા માટે રાજકીય પક્ષોના દાવપેચ હવે તેજ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
