પશ્ચિમ બંગાળમાં વિરોધ વચ્ચે આજે એસઆઈઆરનો ડ્રાફ્ટ રોલ જાહેર થશે: લાખો નામ કમી થવાની ભીતિથી વિપક્ષો મેદાનમાં

કોલકાતા: ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયાનો ડ્રાફ્ટ રોલ આજે મંગળવારે જાહેર કરવામાં આવશે. આ મુદ્દે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં દેખાવો શરૂ કર્યા છે. આ ડ્રાફ્ટ રોલમાં અંદાજે ૫૮ લાખ જેટલા મતદારોના નામ શંકાસ્પદ યાદીમાં હોવાની ચર્ચા છે જેના કારણે મોટા પાયે નામ કમી થવાની શક્યતા સેવાઈ રહી છે.
ચૂંટણી પંચે નવેમ્બર માસથી આ ખાસ ઝુંબેશ શરૂ કરી હતી જેમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. આજે બપોરે આ યાદી સત્તાવાર રીતે વેબસાઈટ અને સરકારી કચેરીઓ પર ઉપલબ્ધ થશે.
વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા દ્વારા ચોક્કસ સમુદાય અને ગરીબ વર્ગના લોકોને નિશાન બનાવીને તેમના મતાધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ડ્રાફ્ટ છે અને જેમના નામ યાદીમાં ન હોય તેઓ નિયત સમયમર્યાદામાં વાંધા અરજી કરી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
