હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી: તમામ મંત્રીઓને હાજર રહેવા કડક સૂચના

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મંગળવારે બપોરે ૩ કલાકને ૩૦ મિનિટે એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં રાજ્યના તમામ કેબિનેટ મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીઓને ફરજિયાત હાજર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓની સમીક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ બેઠકમાં અધિકારીઓ અને મંત્રીઓ પાસે તેમના વિભાગના કામકાજનો હિસાબ માંગશે. ખાસ કરીને આગામી સમયમાં શરૂ થનારા પ્રોજેક્ટ્સ અને જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં થતા વિલંબ અંગે તેઓ નારાજગી વ્યક્ત કરી શકે છે.
બેઠકમાં વરિષ્ઠ સચિવો અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. વહીવટી તંત્રમાં ગતિ લાવવા અને પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા માટે આ બેઠક ઘણી નિર્ણાયક માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
