હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં વર્ષે ૩૬૫ કરોડ પેટ્રોલ અને ૮૮૦ કરોડ લીટર ડિઝલનો વપરાશ
પેટ્રોલ-ડીઝલના વપરાશમાં દર વર્ષે પાંચ ટકા જેટલો વધારો : ગુજરાતમાં પ્રતિ લીટરે પેટ્રોલમાં રૂા. ૨૧.૯૦ ડીઝલમાં રૂ. ૧૭.૮૦ની એક્સાઇઝ અને ડ્યુટી વસૂલાય છે

નવી દિલ્હી તા.૧૬: ગુજરાતમાં વાહનની સંખ્યા વધી રહી છે તેમ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ પણ આસમાને જઈ રહ્યો છે. ગુજરાતમાં એક વર્ષમાં ૨૭૦૧૦૦૦ લીટર મેટ્રિક વેચાણ થયું છે. આમ, એક વર્ષમાં ૩૯૫ કરોડ લીટર પેટ્રોલ અને ૮૮૦ કરોડ લીટર ડીઝલનો વપરાશ ગુજરાતમાંથી થાય છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેચાણના પ્રમાણમાં સતત વધારો જોવા મળ્યો છે. ૨૦૨૩-૨૪માં ૩૪૪.૦૫ કરોડ લીટર પેટ્રોલ જ્યારે ૮૯૨.૭૫ કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ ૨૦૨૪-૨૫માં ૩૯૫ કરોડ મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાંથી ૪૩૭૦૦૦૦ કરોડ મેટ્રિક ટન પેટ્રોલ અને ૧૦૪૫૦૦૦૦ કરોડ મેટ્રિક ટન ડીઝલનું વેચાણ થયું હતું.
દરમિયાન ૯ ડિસેમ્બરની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ લીટરે પેટ્રોલનો ભાવ રૂપિયા ૯૪.૭૦ અને ડીઝલનો ભાવ રૂપિયા૯૦.૩૮ છે. જેમાં પેટ્રોલમાં રૂપિયા ૨૧.૯૦ની એક્સાઈઝ, રૂપિયા ૧૪.૮૬ના વેટનો જ્યારે ડીઝલમાં રૂપિયા ૧૭.૮૦ની એક્સાઈઝ, રૂપિયા ૧૫,૦૬ના વેટનો સમાવેશ થાય છે. રાજ્ય સંઘ પ્રદેશમાં સૌધી પ્રતિ લીટરે પેટ્રોલનો સૌથી વધુ ભાવ હોય તેમાં કેરળ રૂપિયા ૧૦૭.૪૮ સાથે મોખરે, તેલંગાણા રૂપિયા ૧૦૭, ૪૬ સાથે બીજા સ્થાને છે. આંદમાન-નિકોબારમાં સૌથી ઓછો રૂપિયા ૮૨.૪૯નો ભાવ છે. ડીઝલનો પ્રતિ લીટરે સૌથી વધુ રૂપિયા ૯૭.૫૭નો ભાવ આંધ્ર પ્રદેશમાં છે.
કયા રાજ્યમાં પ્રતિ લીટરે પેટ્રોલનો સૌથી વધુ ભાવ?
રાજ્ય ભાવ
આંધ્ર ૧૦૯.૭૪
તેલંગાણા ૧૦૭.૪૬
કેરળ ૧૦૭.૪૮
મધ્ય પ્રદેશ ૧૦૬.૫૨
૫.બંગાળ ૧૦૫.૪૧
કયા રાજ્યમાં પ્રતિ લીટરે ડીઝલનો સૌથી વધુ ભાવ?
રાજ્ય ભાવ
આંધ્ર પ્રદેશ ૯૭.૫૭
કેરળ ૯૬.૪૮
લક્ષદ્વિપ ૯૫.૭૧
તેલંગાણા ૯૫.૭૦
છત્તીસગઢ ૯૩.૩૯










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
