<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

મૃત્‍યુઆંક ૧૩.. પરંતુ ૧૭ મૃતદેહોની પોલીથીન બેગઃ ઘટના સ્‍થળે બસોમાંથી કપાયેલા અંગો મળ્‍યા

મથુરાઃ મથુરામાં યમુના એક્‍સપ્રેસ વે પર વહેલી સવારે થયેલા ભીષણ અકસ્‍માત અને આગની ઘટનામાં મૃત્યુઆંકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શરૂઆતમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માત્ર ૪ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી, જે બાદમાં વધીને ૧૩ પર પહોંચી ગઈ. જોકે, હવે આ આંકડાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે સ્‍થાનિક સૂત્રો અને મીડિયા અહેવાલો મુજબ, પોસ્‍ટમોર્ટમ હાઉસમાં ૧૭ મૃતદેહોની થેલીઓ (બોડી બેગ્‍સ) આવી છે!

વહીવટીતંત્ર દ્વારા મૃત્યુઆંક છુપાવવાના પ્રયાસોના સમાચારથી સમગ્ર વિસ્‍તારમાં તણાવની સ્‍થિતિ છે, અને મળતકોના પરિજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ વિવાદ ત્‍યારે વધુ ઘેરો બન્‍યો જ્‍યારે અકસ્‍માતમાં ઘાયલ થયેલા એક પ્રત્‍યક્ષદર્શી મુસાફરે જણાવ્‍યું કે તેની સામે જ બસમાં ૧૦ થી ૧૧ લોકો જીવતા બળી ગયા હતા. બસો અને કારમાં લાગેલી ભીષણ આગના કારણે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા અને તેમની ઓળખ કરવી અત્‍યંત મુશ્‍કેલ બની ગઈ છે.

આ જ કારણથી પોસ્‍ટમોર્ટમ હાઉસમાં મળતદેહોને થેલીઓમાં લાવવામાં આવ્‍યા છે, પરંતુ જ્‍યારે સત્તાવાર રીતે ૧૩ મળત્‍યુની પુષ્ટિ થઈ છે, ત્‍યારે ૧૭ થેલીઓનો મામલો ઘણા પ્રશ્‍નો ઊભા કરે છેઃ શું ચાર લોકોની ઓળખ થઈ શકી નથી? કે પછી વહીવટીતંત્ર દ્વારા મૃત્યુઆંક ઓછો દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે? મુખ્‍ય તબીબી અધિકારી (CMO) ડૉ.રાધા વલ્લભે મીડિયાના પ્રશ્‍નો ટાળવાનો પ્રયાસ કર્યો અને મૃત્યુઆંક પર સ્‍પષ્ટ જવાબ આપવાનું ટાળ્‍યું, જેણે આ શંકાઓને વધુ મજબૂત બનાવી છે.

મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે ભલે મૃતકોના પરિવારોને રૂ.૨ લાખની સહાયની જાહેરાત કરી હોય, પરંતુ પહેલા સચોટ મૃત્યુઆંક જાહેર કરવો અને પારદર્શિતા જાળવવી અત્‍યંત જરૂરી છે

(2:42 PM IST)