<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સોનામાં ૧૩૦૦ રૂા. ઘટયા

સોનાના ભાવ ઘટીને ૧,૩૬,ર૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્‍થિર

રાજકોટ, તા., ૧૬ : સોનાના ભાવ ટોચની સપાટી સર કર્યા બાદ આજે ૧૩૦૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો છે. જયારે ચાંદીના ભાવ સ્‍થિર રહયા છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે  સ્‍થાનીક બજારમાં સોનામાં આજે ૧૩૦૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે સોનાના ભાવ ૧,૩૭,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૩૬,ર૦૦ રૂા. થયા હતા.

સોનાના બિસ્‍કીટમાં ૧૩,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૩,૭પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧૩,૬ર,૦૦૦ રૂા. થયા હતા.

ગઇકાલે સોનાના ભાવે ૧,૩૭,પ૦૦  ની ટોચની સપાટી સર કર્યા બાદ આજે ભાવો તુટયા હતા. જયારે ચાંદીના ભાવમાં આજે કોઇ ખાસ વધટ ન હતી. ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૬,૦૦૦ રૂપીયાની સપાટીએ સ્‍થિર રહયા હતા.

(4:14 PM IST)