<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

કાળજું કંપી જાય તેવી ઘટના : બાળકીને જન્‍મ આપીને કમોડમાં ફ્‌લશ કર્યુ

હોસ્‍પિટલના શૌચાલયમાંથી મૃતદેહ કાઢતા લાગ્‍યા ૪ કલાક

છિંદવાડા, તા.૧૬: મધ્‍યપ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક ખૂબ જ અસંવેદનશીલ ઘટના સામે આવી છે. અહીં એક નવજાત બાળકીનો મળતદેહ હોસ્‍પિટલના શૌચાલયમાં ફસાયેલો મળી આવ્‍યો છે. એવી શંકા છે કે, બાળકીને ડિલિવરી પછી શૌચાલયમાં ફ્‌લશ કરી દેવામાં આવી હતી. આ સમાચાર ફેલાતાં જ સમગ્ર હોસ્‍પિટલમાં હાહાકાર મચી ગયો હતો.

છોકરીઓ દરેક બાબતમાં છોકરાઓ કરતાં વધુ સારી રીતે પ્રદર્શન કરી રહી છે, તેવામાં જન્‍મ પછી એક બાળકીને મારવાની ઘટના આઘાતજનક છે. જણાવી દઈએ કે, છિંદવાડાની એક હોસ્‍પિટલમાં શૌચાલયમાં ફસાયેલો મળી આવેલી એક બાળકીનો મળતદેહ સમાજના કાળા સત્‍યને ઉજાગર કરે છે, જ્‍યાં છોકરીઓને હજુ પણ છોકરાઓ કરતાં નીચે માનવામાં આવે છે.

 

શૌચાલય તોડીને નવજાતનો મૃતદેહ બહાર કઢાયોઃ રિપોર્ટ અનુસાર, સોમવારે છિંદવાડા જિલ્લાના પારસિયા સિવિલ હોસ્‍પિટલમાં એક શરમજનક ઘટના બની હતી, જ્‍યાં એક નવજાત બાળકીનો મળતદેહ હોસ્‍પિટલના શૌચાલયમાં ફસાયેલો મળી આવ્‍યો હતો. પોલીસ રાત્રે લગભગ ૮ વાગ્‍યે ઘટનાસ્‍થળે પહોંચી અને ભારે મહેનત પછી શૌચાલય તોડીને બાળકીનો મળતદેહ બહાર કાઢયો હતો.

હાથ અને માથું શૌચાલયમાં ફસાયું: એવું જણાવવામાં આવ્‍યું છે કે, જ્‍યારે એક મહિલા હોસ્‍પિટલ કર્મચારી ટોઇલેટમાં ગઈ અને ફ્‌લશ કર્યું, તો પાણી ગયું નહીં. શંકાસ્‍પદ લાગતાં, તેણે અંદર ડોકિયું કર્યું અને નવજાત બાળકીનો હાથ અને માથું ફસાયેલો જોયો હતો. ગભરાઈને, મહિલા કર્મચારીએ તાત્‍કાલિક હોસ્‍પિટલ મેનેજમેન્‍ટને ઘટના અંગે જાણ કરી હતી.

જ્‍યારે હોસ્‍પિટલ મેનેજમેન્‍ટને ટોઇલેટ કમોડમાં ફસાયેલી નવજાત બાળકીના મળતદેહની માહિતી મળી, ત્‍યારે તેઓએ ANC, PNC અને લેબર રૂમમાં શોધખોળ હાથ ધરી, પરંતુ તાજેતરમાં જ પ્રસૂતિ કરનાર અને બાળક વિનાની કોઈ ગર્ભવતી મહિલા મળી નહીં.

બાળકીના મળતદેહને ચાર કલાક બાદ બહાર કાઢવામાં આવીઃ પોલીસ સાંજે ૪:૩૦ વાગ્‍યાની આસપાસ ઘટનાસ્‍થળે પહોંચી અને મ્‍યુનિસિપલ કર્મચારીઓ અને હોસ્‍પિટલ સ્‍ટાફની મદદથી શૌચાલય તોડી પાડવાનું શરૂ કર્યું હતું. જોકે, ભારે મહેનત બાદ રાત્રે ૮ વાગ્‍યે નવજાત શિશુનો મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

CCTV ફૂટેજની તપાસ

કેસની તપાસ કરી રહેલી પોલીસને શંકા છે કે, માતા અને તેના પરિવારે આ અમાનવીય કળત્‍ય કર્યું હશે, કારણ કે શૌચાલયના કમોડમાં ફસાયેલ નવજાત શિશુ એક બાળકી હતી. હાલમાં, પોલીસ હોસ્‍પિટલના દર્દીઓ, CCTV ફૂટેજ અને રજિસ્‍ટર તપાસી રહી છે, જેથી સંડોવાયેલી મહિલાની ઓળખ કરી શકાય

(3:50 PM IST)