હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩૦ વર્ષથી અમેરિકામાં રહેતી ભારતીય મહિલાની ધરપકડ
ગ્રીન કાર્ડ માટે ઈન્ટરવ્યૂ આપવા ગયા ને ફસાયાઃબબલી કૌર વર્ષ ૧૯૯૪થી યુનાઈટેડ સ્ટેટ્સમાં રહે છે ફેડરલ એજન્ટ્સે એક બાયોમેટ્રિક સ્કેન અપોઇન્ટમેન્ટ દરમિયાન તેની ધરપકડ કરી

નવી દિલ્હી : યુનાઈટેડ સ્ટેટ્સમાં એક ૬૦ વર્ષની ભારતીય મૂળની મહિલાની ધરપકડ થઈ છે. બબલજીત ઉર્ફ બબલી કૌર નામની આ મહિલા ૩૦ વર્ષથી પણ વધારે સમયથી અમેરિકામાં રહેતી હતી, પણ હવે પેન્ડિંગ ગ્રીન કાર્ડ એપ્લિકેશન દરમિયાન તેને પોલીસે જેલમાં નાખી દીધી છે.
બબલી કૌરની દીકરી જ્યોતિએ જણાવ્યું છે કે કૌર ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂના લાસ્ટ રાઉન્ડ માટે ઇમિગ્રેશન ઓફિસ ગઈ હતી. બબલી કૌર વર્ષ ૧૯૯૪થી યુનાઈટેડ સ્ટેટ્સમાં રહે છે. ફેડરલ એજન્ટ્સે એક બાયોમેટ્રિક સ્કેન અપોઇન્ટમેન્ટ દરમિયાન તેની ધરપકડ કરી.
લોંગ બીચ વોચડોગના રિપોર્ટ અનુસાર, ભારતીય મૂળની નાગરિક બબલી કૌર પાસે તેની વધુ એક દીકરીની અપ્રૂવ કરાવેલી ગ્રીન કાર્ડ પિટિશન છે. કૌરની આ દીકરી અને તેના પતિ, બંને યુએસના નાગરિક છે અને તેમની પાસે ગ્રીન કાર્ડ પણ છે.
બબલી કૌરની દીકરી જ્યોતિએ લોંગ બીચ વોચડોગ પબ્લિકેશન સાથે વાત કરતા જણાવ્યું કે, તેની માતા ૧ ડિસેમ્બરના રોજ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ ઇન્ફોર્સમેન્ટ ઓફિસ ગઈ હતી, ત્યારે કેટલાય ફેડરલ એજન્ટ્સ પણ આ બિલ્ડિંગની અંદર આવ્યા. બબલી કૌરને તે રૃમમાં બોલાવવામાં આવી, જેમાં ફેડરલ એજન્ટ્સ પણ ગયા હતા અને ત્યાં તેણે કહ્યું કે આપની ધરપકડ થઈ રહી છે.જ્યોતિએ જણાવ્યું કે ફેડરલ એજન્ટ્સે બબલી કૌરને તેના વકીલ સાથે વાત કરવાની મંજૂરી આપી, પણ તે પછી તેની ધરપકડ કરી લીધી. થોડા કલાકો સુધી બબલી કૌરના પરિવારને પણ જાણ ન કરવા દીધી કે તેને ક્યાં લઈ ગયા છે. બાદમાં ખબર પડી કે તેને રાતો રાત એડેલેંટો લઈ જવામાં આવી, જે આઈસીઈનું ડિટેન્શન સેન્ટર છે.
ડેમોક્રેટિક કોંગ્રેસી રોબર્ટ ગાર્સિયાએ બબલી કૌરને રિલીઝ કરવાને લઈને વાત કરી છે. તેમની ઓફિસ તરફથી કહેવાયું છે કે તે ફેડરલ ઓથોરિટી સાથે આ મામલામાં વાતચીત કરી રહ્યા છે અને કૌરના પરિવારના તમામ લીગલ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા છે. જેથી ફટાફટ તેમને બહાર કાઢી શકાય.
બબલી કૌરના પરિવારે ઇન્ડિયાવેસ્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે કૌરને એડેલેંટોમાં કેટલાય કેદીઓ સાથે એક મોટા રૃમમાં રાખવામાં આવી છે. તેમના રૃમમાં આખી રાત લાઈટ ચાલુ રહે છે અને દેકારો પણ ખૂબ થાય છે. જેનાથી તેની ઊંઘ ખરાબ થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
