News of Tuesday, 16th December 2025
ફ્રાન્સમાં અજીબોગરીબ અકસ્માત: મહિલાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવતા કાર કાચ તોડીને સ્વિમિંગ પૂલમાં ખાબકી
જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે કારમાં મહિલાની સાથે તેનું ૫ વર્ષનું બાળક પણ મુસાફરી કરી રહ્યું હતું

ફ્રાન્સ : ફ્રાન્સમાં એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક મહિલા ડ્રાઈવરની ભૂલને કારણે કાર સીધી સ્વિમિંગ પૂલમાં જઈ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ જોઈને સૌ કોઈ અચંબામાં પડી ગયા છે.
વિગતવાર સમાચાર જોઈએ તો, ફ્રાન્સમાં ૩૮ વર્ષીય એક મહિલા પોતાની કાર લઈને જઈ રહી હતી. તે સમયે અચાનક ડ્રાઇવિંગમાં ગફલત થતા તેણે બ્રેક મારવાને બદલે ભૂલથી એક્સિલરેટર પેડલ દબાવી દીધું હતું. જેના પરિણામે કાર બેકાબૂ બની ગઈ હતી અને સામે આવેલી મજબૂત કાચની દીવાલ તોડીને સીધી જિમખાનાના સ્વિમિંગ પૂલમાં ખાબકી હતી.
જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે કારમાં મહિલાની સાથે તેનું ૫ વર્ષનું બાળક પણ મુસાફરી કરી રહ્યું હતું. કાર પાણીમાં ડૂબવા લાગી હતી, પરંતુ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાતા માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં કારને મોટું નુકસાન થયું છે અને સ્વિમિંગ પૂલના કાચના ભૂક્કા બોલી ગયા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
