હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તામિલનાડુમાં ગેરકાયદેસર રહેતા ૨૪ બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી: ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ લઈ જઈ બોર્ડર પરથી રવાના કરાયા
તમામ લોકોને સેલમ ખાતેના વિશેષ શિબિર માં રાખવામાં આવ્યા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ૨૪ લોકોને ભારતમાંથી ડિપોર્ટ કરવાનો આદેશ અપાયો

તામિલનાડુ : ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તામિલનાડુમાં વગર વિઝાએ અને ગેરકાયદેસર રીતે રહેતા ૨૪ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લઈને તેમને તેમના દેશમાં પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, તામિલનાડુના અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા હતા. આ તમામ લોકોને સેલમ ખાતેના વિશેષ શિબિર (ડિટેન્શન સેન્ટર)માં રાખવામાં આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આ ૨૪ લોકોને ભારતમાંથી ડિપોર્ટ કરવાનો આદેશ અપાયો હતો. જેમાં ૫ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.
પોલીસ જાપ્તા હેઠળ આ તમામ લોકોને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી સડક માર્ગે તેમને ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર લઈ જઈને બાંગ્લાદેશી સત્તાવાળાઓને સોંપી દેવામાં આવ્યા છે. સરહદ પર બીએસએફ અને બાંગ્લાદેશી ગાર્ડ્સ વચ્ચે જરૂરી કાગળિયા કર્યા બાદ તેમને રવાના કરાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
