<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ચેન્નાઈમાં મેઘરાજાની એન્ટ્રી વચ્ચે શહેરની પાણીની જરૂરિયાત પૂરી પાડતા મુખ્ય સ્ત્રોત સમાન ચેમ્બરમબક્કમ તળાવ ઓવરફ્લો

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી

ચેન્નાઈ : દક્ષિણ ભારતમાં ચોમાસાની જમાવટ વચ્ચે ચેન્નાઈના જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. ચેન્નાઈ શહેરની પાણીની જરૂરિયાત પૂરી પાડતા મુખ્ય સ્ત્રોત સમાન ચેમ્બરમબક્કમ તળાવ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયું છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

 

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તળાવમાંથી પાણીનો નિકાલ વધારવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી તળાવમાંથી પ્રતિ સેકન્ડ ૨૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, પરંતુ પાણીની સતત આવક અને વરસાદની સંભાવનાને જોતા પાણીનો પ્રવાહ વધારીને ૫૦૦ ક્યુસેક કરી દેવામાં આવ્યો છે.

 

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા ચેતવણી જાહેર કરાઈ છે. વધારાનું પાણી છોડવાને કારણે અદ્યાર નદીમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે.

(11:03 PM IST)