News of Tuesday, 16th December 2025
મુંબઈના બાંદ્રામાં ૧૪.૪૦ કરોડના ખર્ચે બનશે ભવ્ય તિરુપતિ બાલાજી મંદિર: ટીટીડી ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય
હવે મહારાષ્ટ્રના ભક્તોને ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે છેક આંધ્રપ્રદેશ સુધી લાંબા થવું નહીં પડે

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) બોર્ડ દ્વારા ભક્તો માટે એક આનંદદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મહારાષ્ટ્રના ભક્તોને ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે છેક આંધ્રપ્રદેશ સુધી લાંબા થવું નહીં પડે, કારણ કે મુંબઈમાં જ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે.
મળતી વિગતો મુજબ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભગવાન શ્રી બાલાજીનું મંદિર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ મંદિરના નિર્માણ માટે અંદાજે ૧૪.૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી મુંબઈ અને આસપાસના વિસ્તારના લાખો શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
આ ઉપરાંત, તિરુપતિના અલીપીરી ખાતે પણ ભક્તોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આવતા શ્રદ્ધાળુઓ માટે મનોરંજન અને સુવિધાઓથી સજ્જ એક 'ટાઉનશીપ' વિકસાવવાની યોજનાને પણ બોર્ડે લીલી ઝંડી આપી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
