News of Wednesday, 17th December 2025
૫-૬ કરોડ બચાવ્યા પછી પણ NRI ભારત પાછા કેમ નથી આવતા?
એક ફાઈનાન્સ એક્સપર્ટની વાયરલ પોસ્ટે વિદેશમાં રહેતા ભારતીયોની સાચી દુર્દશા, સિસ્ટમની સમસ્યાઓ અને માનસિક શાંતિના મહત્વને ઉજાગર કરી છે

નવી દિલ્હી તા.૧૭: ભારત સાથે ભાવનાત્મક જોડાણ હોવા છતાં, વિદેશમાં રહેતા ઘણા ભારતીયો કેમ પાછા ફરવા માંગતા નથી? વ્યક્તિગત નાણાકીય નિષ્ણાત અને લેખક સ્વપિ્નલ કોમ્માવરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કર્યા બાદ આ પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
સ્વપ્નિલ કોમ્માવરે એક X પોસ્ટમાં લખ્યું કે, તેણે તાજેતરમાં કેનેડામાં રહેતા એક મિત્ર સાથે વાત કરી હતી. મિત્રએ ઈમાનદારીથી કહ્યું કે, ૫-૬ કરોડ રૂપિયા બચાવ્યા પછી પણ, ઘણા લોકો ભારત પાછા ફરવા માંગતા નથી. કારણ એ નથી કે, તે ભારતને નફરત કરે છે, પરંતુ કારણ એ છે કે, વિદેશમાં જીવન સરળ છે. સ્વપ્નિલે સ્પષ્ટ કર્યું કે, આ કોઈ નિર્ણય નથી, પરંતુ વ્યવહારુ વાસ્તવિકતા છે.
તેમના મિત્રના મતે, વિદેશમાં રહેવાના મુખ્ય કારણો આ છે.
સારું વર્ક કલ્ચર - કામના કલાકો નિヘતિ છે અને ઓવરટાઇમના પૈસા અલગથી ચૂકવવામાં આવે છે.
સ્પષ્ટ નિયમો અને સિસ્ટમ - નિયમો સ્પષ્ટ છે, કોઈપણ કાર્ય માટે કારણ વગરની દોડાદોડી કરવી પડતી નથી.
ઓછો ભ્રષ્ટાચાર - નાના કાર્યો માટે લાંચ કે ભલામણોની જરૂર નથી.
રોજિદા જીવનમાં ઓછો તણાવ - ભારતમાં, ટ્રાફિક, પ્રદૂષણ અને નાની સમસ્યાઓ માનસિક ઉર્જાનો નાશ કરે છે. તેમના મતે, મનની શાંતિ, કામ માટે આદર અને સિસ્ટમ તરફથી ટેકો પૈસા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
સ્વપિ્નલે લખ્યું કે, તેનો મિત્ર હજુ પણ ભારત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ છે. જોકે, વ્યવહારિક દ્રષ્ટિએ, વિદેશમાં જીવન તેમને વધુ સ્થિર અને સુરક્ષિત લાગે છે. તેમણે એમ પણ કહ્યું કે, જીવનમાં દરેકની પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે, અને કોઈને જજ કરવા યોગ્ય નથી.
આ પોસ્ટ ૨,૭૯,૦૦૦ થી વધુ લોકોએ જોઈ છે, ૩,૦૦૦ થી વધુ લાઈક્સ અને ૨૦૦ થી વધુ કોમેન્ટ્સ મળી છે. એક યુઝરે લખ્યું કે, ૅઘણા NRIs એ ભારત આવવાનું બંધ કરી દીધું છે, કારણ કે તેઓને છેતરપિડીનો ડર લાગે છે, ત્યા સુધી કે, સંબંધીઓ તરફથી પણ.
બીજા યુઝરે કહ્યું કે, ભારતમાં કામદાર સ્તરનું શોષણ મોટા પ્રમાણમાં થાય છે, ખાસ કરીને મહિલાઓ સામે. ઓવરટાઇમ માંગવાથી શારીરિક હિસા થઈ શકે છે. બીજા યુઝરે કેનેડામાં પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, કેનેડા ભારતીયો માટે સારો દેશ છે, પરંતુ અનુભવ બધા માટે સરખો નથી. મફત તબીબી સંભાળ હોવા છતાં, નિયમિત સારવાર મેળવવી મુશ્કેલ છે.
આ ચર્ચા સ્પષ્ટપણે દર્શાવે છે કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતને નફરત કરતા નથી. મુદ્દો પૈસાનો નથી, પરંતુ સિસ્ટમ, સન્માન અને માનસિક શાંતિનો છે. જ્યાં સુધી ભારતમાં આ બાબતો મજબૂત નહીં થાય, ત્યાં સુધી આ પ્રશ્ન ઉભો થતો રહેશે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
