<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

બાર એસો.માં સરમુખત્‍યાર શાહી નાબુદ કરવા અમારી ટીમ મેદાનમાં ઉતરી છે -સુરેશભાઇ ફળદુ

રાજકોટ બાર એસો.ની ચૂંટણી જનરલ બોર્ડ મીટીંગ યોજાયા વગર યોજાઇ રહી છેઃ હિસાબો નોટીસ બોર્ડ ઉપર મુકાયા નથીઃ સેમિનારના હિસાબો અને સંદિપ વેકરીયાના રાજીનામાના પ્રશ્નોથી બચવા મીટીંગ યોજાઇ નથીઃ બાર એસો.ની ચૂંટણીમાં ‘સમરસ' પેનલને જીતાડવા રાજકોટના સીનીયર - જુનિયર વકીલો અને વિવિધ વકિલ મંડળોનું સમર્થન મળી રહ્યું છેઃ બાર એસો.ની ચૂંટણીમાં સરમુખત્‍યાર શાહી નાબુદ થાય અને લોકશાહી ઢબે ચૂંટણી થાય તે મુદ્‌્‌ે ‘સમરસ' પેનલને જીતાડવા વકીલો કટિબધ્‍ધ છેઃ ‘અકિલા' સાથે સમરસ પેનલના હોદેદારોની મુલાકાત

રાજકોટઃ બાર એસો.ની ચુંટણી આગામી ૧૯ ડીસેમ્‍બરે યોજાઇ રહી છે. ત્‍યારે આ ચુંટણીમાં ‘‘સમરસ'' પેનલના નામે ભાજપ લીગલ સેલ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલે પેનલના હોદેદારો, કારોબારી સભ્‍યો તેમજ ભાજપ લીગલ સેલના હોદેદારોએ આજે ‘‘અકિલા''ની મુલાકાત લીધી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં ઉપરના ભાગે ‘‘અકિલા''ના મોભી સાથે પ્રમુખપદના ઉમેદવાર સુરેશભાઇ ફળદુ તેમજ ઉપપ્રમુખ- સેક્રેટરી, ટ્રેઝરર, લાયબ્રેરી સેક્રેટરી, મહિલા અનામતના સભ્‍યો તેમજ કારોબારી સભ્‍યો સાથે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા તેમજ પત્રકાર નયનભાઇ વ્‍યાસ હોદેદારો સભ્‍યો સાથે તસ્‍વીરોમાં દર્શાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૭: રાજકોટ બાર એસો.ની આગામી તા.૧૯ ડીસેમ્‍બરે ચુંટણી યોજાઇ રહી છે. ત્‍યારે આજે સુરેશભાઇ ફળદુના પ્રમુખપદવાળી સમરસ પેનલના હોદેદારો અને કારોબારી સભ્‍યો તેમજ ભાજપ લીગલ સેલના હોદેદારોએ ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

‘‘અકિલા''ની મુલાકાત દરમ્‍યાન પ્રમુખપદના ઉમેદવાર સુરેશભાઇ ફળદુએ જણાવ્‍યુ હતું કે, રાજકોટ બાર એસો. એક પ્રતિષ્‍ઠાભરી વકીલોની સંસ્‍થા છે. રાજકોટ બાર એસો.માંથી વકીલો છે કે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના જજ સુધીના હોદા ઉપર પહોંચીને રાજકોટ બાર એસો.ની ગરીમા વધારી છે અને સમગ્ર ગુજરાતભરમાં રાજકોટ બાર એસો.ની એક આગવી ઓળખ છે. ત્‍યારે કેટલાક લોકો દ્વારા રાજકોટ બાર એસો.ની ગરિમા ઝળવાઇ તેવા કૃત્‍યો કરી રહેલ હોઇ અને તેનો વ્‍યાપ ઘટવાને બદલે વધતો જતો હોય રાજકોટ બાર એસો.ના કેટલાક સીનીયર વકીલો આવી  સરમુખત્‍યારશાહીને નાબુદ કરવા પ્રયત્‍નો શરૂ કર્યા છે. અને તેના ભાગરૂપે ચાલુ વર્ષની ચુંટણીમાં ભાજપ લીગલ સેલના નેજા હેઠળ સમરસ પેનલને ચુંટણીમાં મેદાનમાં મુકવામાં આવી છે.

વધુમાં સુરેશભાઇ ફળદુએ જણાવેલ કે, તાજેતરમાં રાજકોટમાં જે નેશનલ લીગલ સેમિનાર યોજાયેલ છે. તેમાં ભ્રષ્‍ટાચાર કરવામાં આવ્‍યો છે. કોઇપણ જાતની જનરલ બોર્ડની મીટીંગ કર્યા વગર સેમિનારમાં બેંકનું અલગ એકાઉન્‍ટ ખોલીને રકમ જમા કરાવવામાં આવી છે. તેમજ બાર એસો.ના સેક્રેટરી સંદિપભાઇ વેકરીયાના મામલો બી. સી. જી. અને બી. સી. આઇ. સુધી ગયા બાદ હાઇકોર્ટમાં વર્તમાન બાર. એસો.ના ઉપપ્રમુખ દ્વારા આ મામલો લઇ જવામાં આવ્‍યો છે. અને તેમાં ઉપપ્રમુખપદના  ઉમેદવાર કે, જેઓ બી.સી.જી.ના કો. ઓપ્‍ટ મેમ્‍બર હોવા છતાં બી. સી. જી.ના રૂલ્‍સ ૧પ ચેલેન્‍જ કરીને સમગ્ર ગુજરાતના બાર એસો.ની ચૂંટણીને અસર થાય તેવા પ્રયત્‍નો કરેલા પણ તેમાં તેમને સફળતા મળી ન હોય સંદિપ વેકરીયા માટે અમારી સમરસ પેનલની ટીમમાં ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો હતો.

વધુમાં શ્રી ફળદુએ જણાવેલ કે, બાર એસો.ની ચૂંટણી પૂર્વે દર વર્ષે જનરલ બોર્ડની બેઠક યોજાઇ છે. અને જેમાં જે તે ગત વર્ષના હિસાબો પસાર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે જનરલ બોર્ડની મીટીંગ વગર ચૂંટણી યોજાઇ રહી છે. આ મીટીંગમાં ગત વર્ષના હિસાબો પણ આપેલ નથી. ખરેખર હિસાબો બાર એસો.ના નોટીસ બોર્ડ ઉપર જાહેર કરવા જોઇએ પરંતુ સેમિનાર માટે જે રકમ ભેગી કરવામાં આવી છે. તેનો કોઇ હિસાબ આપવામાં આવેલ નથી.

રાજકોટ બાર. એસો.ના ભવન માટે જે ગ્રાન્‍ટ મળેલ છે. તે પણ લેટસ થઇ ગઇ છે. વકીલોના વેલફેર માટે વધુ પાંચ એકર જમીનની માંગણી કરવામાં આવી છે.

ગત વર્ષે બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ પેનલો દ્વારા ચૂંટણી લડાઇ હતી. પરંતુ આ વર્ષે સરમુખત્‍યાર શાહીને નાબુદ કરવા કેટલાંક સીનીયર વકીલોની સમજાવટથી બકુલભાઇ રાજાણીએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી અને સમરસ પેનલને જીતાડવા પોતાનો ટેકો જાહેર  કર્યો છે.

વધુમાં સુરેશભાઇ ફળદુએ જણાવેલ કે, સામાન્‍ય નિયમ એવો છે કે, ચૂંટણી જાહેર થયા પછી જનરલ બોર્ડની મીટીંગ મળવી જોઇએ અને તેમાં મીટીંગ પહેલા સાત દિવસ અગાઉ ગત વર્ષના હિસાબો જાહેર કરવા જોઇએ. પરંતુ જનરલ બોર્ડની મીટીંગ યોજાઇ તો તેમાં હિસાબનો મુદ્‌્‌ો અને સંદિપ વેકરીયાના રાજીનામાના પ્રશ્નોની ચર્ચા થાય તેમ હોય આવી મીટીંગ બોલાવવામાં આવી નથી.

રાજકોટ બાર એસો. ની ચુંટણીને હવે માત્ર ગણ્‍યા દિવસો બાકી છે ત્‍યારે લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલ કે જેનુ નેતળત્‍વ સુરેશ ફળદુ જેવા એનરજેટીક વ્‍યકિત, બેબાક વકતા અને તરવરીયા યુવા વકીલ કરી રહયા હોય અને સાથે નવી જોમ જુસ્‍સાથી ભરપુર યુવા ટીમ જેમા ઉપપ્રમુખ પદે સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે મેહુલ મેહતા, જોઈન્‍ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, કારોબારી સભ્‍ય(મહિલા અનામત) માટે હીરલબેન જોષી, અરૂણાબેન(અલ્‍કાબેન) પંડયા, મીતાબેન રાવ, કારોબારી સભ્‍ય પદના ઉમેદવારો અમિત વેકરીયા, કશ્‍યપ ઠાકર, દિપ વ્‍યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા વિ. ઉમેદવારી નોંધાવેલ છે. સમરસ પેનલ માંથી ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો યુવા અને અનુભવનુ સંયોજન છે. આ પેનલમા વર્ષો થી પ્રેકટીસ કરતા અનુભવી સીનીયર ધારાશાસ્‍ત્રીઓ સાથે વિચારશીલ, યુવા, કાર્યક્ષમ વકીલો પણ છે, જે બારમા સ્‍થીરતા સાથે નવીનતા લાવવાનો આત્‍મ વિશ્વાસ ધરાવે છે. અનુભવી ઉમેદવારો બારના વહીવટ, કોર્ટ સાથે ના સંકલન અને સંસ્‍થાગત મુદાઓમાં માર્ગદર્શક ભુમીકા ભજવશે જયારે યુવા ઉમેદવારો નવી વિચારધારા, ટેકનોલોજીનો ઉપયોગ થી બારની કામગીરી ઝડપી, સરળ અને પરીણામ લક્ષી બનાવશે.

 રાજકોટ બારના રેવન્‍યુ, સીવીલ, ક્રિમીનલ, લેબર, ટેકસેશન, કોર્પોરેટ, કન્‍ઝયુમર સહીતના તમામ ક્ષેત્રમા પ્રેકટીસ કરતા સીનીયર તથા જુનીયર ધારાશાસ્‍ત્રીઓએ સમરસ પેનલને એકસુરે પોતાનો વ્‍યાપક અને ખુલ્લો ટેકો પેનલને જાહેર કરેલ છે. વિવીધ ક્ષેત્રના વકીલશ્રીઓમા સમરસ પેનલની વિચારધારા અને કાર્યપધ્‍ધતી પ્રત્‍યે વિશેષ વિશ્વાસ વ્‍યકત થઈ રહયો છે.

સમરસ પેનલને નવી કોર્ટ બિલ્‍ડીંગમા વકીલોને લગતા જમીની સ્‍તરના પ્રશ્નો, બેસવાની સુવીધા, લાઈબ્રેરી, બાર રૂમ, સ્‍વચ્‍છતા તથા જુનીયર વકીલશ્રીઓના વ્‍યવસાયીક પ્રશ્નોનુ અસરકારક અને સમય બધ્‍ધ નિરાકરણ લાવવાનો નિર્ધાર વ્‍યકત કરેલ છે.

આ સાથે સમરસ પેનલે નોટરી તથા રેવન્‍યુ પ્રેકટીસ કરતા ધારાશાષાીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનુ પણ યોગ્‍ય અને ન્‍યાયસંગત નિરાકરણ લાવવા સચોટ પ્રયાસો કરવાની ખાત્રી આપી છે, નોટરી પ્રક્રિયામા આવતી વહીવટી મુશ્‍કેલીઓ તથા રેવન્‍યુ કોર્ટ અને કચેરીમા વકીલશ્રીઓને પડતી અડચણો દુર કરવા માટે સબંધીત સત્તાધીશો સાથે સંવાદ અને રજુઆત કરવામા આવશે.

વધુમા રાજકોટ ને વિવીધ મહત્‍વની ટ્રીબ્‍યુનલ મળે તે માટે સમરસ પેનલ સક્રિય પ્રયાસો કરશે જેથી વકીલો તથા ન્‍યાયાર્થીઓને અમદાવાદ કે અન્‍યો શહેરોમા જવુ ન પડે અને પોતાના સમય અને ખર્ચની બચત થાય.

સીનીયર જુનીયર વકીલો વચ્‍ચે સુમેળ પારદર્શક વહીવટ અને વકીલ હીતને કેન્‍દ્રમા રાખતી નિતી સાથે સમરસ પેનલ આજે બારમા વિશ્વાસ અને આશાનુ પ્રતિક બનેલ છે, વધતા ટેકા અને સહમતીને જોતા આવનાર ચુંટણીમા સમરસ પેનલની જીત નિヘીત હોવાનુ વકીલ વર્તળોમા ચર્ચાઈ રહયુ છે.

આજે ‘અકિલા' ની મુલાકાતે આવેલ સમરસ પેનાલના પ્રમુખપદના દાવેદાર સુરેશભાઇ ફળદુએ જણાવેલ કે, છેલ્લા કેટલાંક વર્ષોથી રાજકોટ બાર એસો. પ્રશ્ને એક જૂથ દ્વારા સરમુખત્‍યાર શાહી અપનાવાઇ રહી છે. અને રાજકોટ બારમાં પોતાનું વર્ચસ્‍વ રહે તે માટેના પ્રયત્‍નો થઇ રહ્યા છે. ત્‍યારે આવી સરમુખત્‍યાર શાહીને ડામવા અમારી સમરસ પેનલને રાજકોટના સીનીયર વકીલો ટેકો આપી રહ્યા છે.પ્રમુખપદના દાવેદાર સુરેશભાઇ ફળદુએ વધુમાં જણાવેલ કે, અમારી સમરસ પેનલને જીતાડવા સીનીયર - જુનીયર વકીલો તેમજ વિવિધ તમામ વકીલો મંડળોના હોદેદારોને સભ્‍યોનો ટેકો મળી રહેલ છે. 

(2:13 PM IST)