<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

બાળકોથી ભરેલી સ્‍કૂલવાન ૧૫ ફૂટ ફંગોળાઈઃ ૬ને ગંભીર ઇજા

જયપુરમાં કાળજું કંપાવતો અકસ્‍માત

જયપુરઃ રાજસ્‍થાનના જયપુરમાં વીટી રોડ પર સ્‍થિત શનિ મહારાજ મંદિર નજીક એક મોટો માર્ગ અકસ્‍માત થયો છે, જ્‍યાં ઓવરસ્‍પીડમાં આવી રહેલી XUV કારે સ્‍કૂલ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાળકોને લઈ જતી વાન લગભગ ૧૫ ફૂટ દૂર સુધી ફંગોળાઈને પલટી ગઈ હતી.

આ ગંભીર અકસ્‍માતમાં વાનમાં સવાર કુલ ૧૦ બાળકોમાંથી ૬ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલ બાળકોને તાત્‍કાલિક સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ XUV કારનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ તરત જ સ્‍થળ પર પહોંચી ગયા હતા. પોલીસે XUV વાહનને જપ્ત કરીને ફરાર ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી છે. આ આખી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજની મદદથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

(3:05 PM IST)