News of Wednesday, 17th December 2025
રેલવે યાત્રીકો માટે ખુશખબર : હવે ૧૦ કલાક પહેલા નિહાળી શકાશે વેઇટીંગ-આરએસી ટીકીટનું સ્ટેટસ

નવી દિલ્હી : ટ્રેનથી મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રેન ટિકીટના રિઝર્વેશનનું સ્ટેટસ ૧૦ કલાક પહેલા જાણી શકાશે. રેલવે બોર્ડે પહેલીવાર ચાર્ટ તેયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. સવારે પ વાગ્યાથી બપોરે ર વાગ્યાની વચ્ચે રવાના થનાર ટ્રેનોનું પહેલું રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે ૮ વાગ્યા સુધીમાં તૈયાર કરી દેવાશે.તો બપોરે ર.૦૧ વાગ્યાથી રાત્રે ૧૧.પ વાગ્યા સુધી અને રાત્રે ૧ર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રવાના થનાર ટ્રેનો માટેનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના ૧૦ કલાક પહેલા તૈયાર કરી લેવાશે. પહેલા આ ચાર્ટ ફકત ૪ કલાક તૈયાર થતો હતો જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોને મુશ્કેલી અને ગુંચવણનો સામનો કરવો પડતો હતો.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
