<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

દિલ્હીમાં પ્રદૂષણનો પ્રકોપ: આનંદ વિહારમાં એક્યુઆઈ ૪૧૫ નોંધાયો, આજથી બીએસ-૬ વાહનોને જ પ્રવેશ

દેશની રાજધાની દિલ્હીમાં ઝેરી સ્મોગની ચાદર છવાયેલી છે. આનંદ વિહાર જેવા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો આંક ૪૧૫ પર પહોંચતા સ્થિતિ ગંભીર બની છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી સરકારે કડક પગલાં લીધા છે, જે અંતર્ગત હવે દિલ્હીમાં માત્ર બીએસ-૬ શ્રેણીના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. પીયુસી વગરના વાહનો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે.

(9:33 AM IST)