<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રશિયા-યુક્રેન યુદ્ધ: શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે તો વધુ જમીન કબજે કરવાની પુતિનની ચીમકી

ચીન-રશિયાને કડક સંદેશ આપવા માટે અમેરિકાએ ૯૦૧ અબજ ડોલરનું અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ બજેટ મંજૂર કર્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ સતત વધી રહ્યો છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને ઝેલેન્સ્કીને ચેતવણી આપી છે કે જો શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ નહીં આવે, તો રશિયા યુક્રેનની વધુ જમીન પર કબજો જમાવશે. 

 

આ દરમિયાન અમેરિકાએ યુક્રેનને મદદ કરવા અને ચીન-રશિયાને કડક સંદેશ આપવા માટે ૯૦૧ અબજ ડોલરનું અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ બજેટ મંજૂર કર્યું છે.

(9:35 AM IST)