<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધના વાદળો: દરિયામાં સૈન્ય હલચલ તેજ: વેનેઝુએલાના આકાશની નજીક રડાર જામ કરતું અત્યંત આધુનિક ઈએ-૧૮જી ગ્રોલર વિમાન તૈનાત કર્યું

વેનેઝુએલા સરકારે પણ પોતાની નૌકાદળને તેલના ટેન્કરોની સુરક્ષામાં ખડેપગે રહેવા આદેશ આપ્યો છે. બંને દેશો વચ્ચેની આ ખેંચતાણ ગમે ત્યારે મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણના ગણતરીના કલાકો પહેલા જ અમેરિકી નૌકાદળે વેનેઝુએલાના આકાશની નજીક અત્યંત આધુનિક ઈએ-૧૮જી ગ્રોલર વિમાન તૈનાત કર્યું છે. 

 

આ વિમાન દુશ્મનના રડારને જામ કરવા અને સંદેશાવ્યવહાર તોડવા માટે જાણીતું છે, જે સામાન્ય રીતે મોટા સૈન્ય હુમલા પહેલા મોકલવામાં આવે છે. 

 

અમેરિકાના આ આક્રમક વલણના જવાબમાં વેનેઝુએલા સરકારે પણ પોતાની નૌકાદળને તેલના ટેન્કરોની સુરક્ષામાં ખડેપગે રહેવા આદેશ આપ્યો છે. બંને દેશો વચ્ચેની આ ખેંચતાણ ગમે ત્યારે મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે.

(9:39 AM IST)